મહુવા: મહુવા તાલુકા તથા અંબિકા તાલુકા આદિવાસી પંચ દ્વારા વિવિધ માંગણીઓને લઈને મહુવા મામલતદારને બે અલગ-અલગ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ આવેદનપત્ર દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પર્યાવરણવાદી શ્રી સોનમ વાંગચુકના સમર્થનમાં આપવામાં આવ્યું હતું. આમાં દેશના શિક્ષણ વિભાગમાં વારંવાર થતા પેપર લીક જેવા અને અન્ય વિવિધ પ્રશ્નોના યોગ્ય તપાસ અને જવાબો મેળવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ લોકશાહી અને બંધારણીય અધિકારોનું પૂર્ણ સન્માન જળવાઈ રહે તેવી માંગણી પણ રજૂ કરવામાં આવી છે. બીજા આવેદનપત્રમાં આદિવાસી સમાજના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને યોગ્ય ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે. મહુવા તાલુકાના મામલતદારને આવેદનપત્ર સોંપી ન્યાયિક પ્રક્રિયામાં ત્વરિત અને ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરોએ લોકશાહીના મૂલ્યો, શિક્ષણ વ્યવસ્થાની પારદર્શિતા અને આદિવાસી સમાજના અધિકારોના રક્ષણ માટે એકજૂથ થઈને અવાજ ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, ન્યાય અને સામાજિક અધિકારોના મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવે અને તેના નિવારણ માટે ત્વરિત પગલાં લેવાય. આ આવેદનપત્રોની પ્રતિક્રિયા અને આગળની કાર્યવાહીની આશા સાથે આદિવાસી સમાજના કાર્યકરોએ કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here