ધરમપુર: ધરમપુર તાલુકાની કેળવણીમાં એક ગૌરવની ક્ષણ જોવા મળી છે. ધરમપુર તાલુકાની પટેલ ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રિયાંશી કનુભાઈએ જાપાનના પ્રતિષ્ઠિત JAXA (Japan Aerospace Exploration Agency) સુકુબા સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી છે.

આ મુલાકાત દરમિયાન પ્રિયાંશીએ વૈશ્વિક મંચ પર ગુજરાત, વલસાડ જિલ્લો અને ધરમપુર તાલુકાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ માત્ર પ્રિયાંશી માટે જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તાર અને ગુજરાત માટે ગૌરવની વાત છે. પટેલ ફળિયા પ્રાથમિક શાળાની આ નાની વિદ્યાર્થિનીની આ સિદ્ધિ સ્થાનિક ક્ષેત્રે ભારે ઉત્સાહ અને પ્રેરણાનું વાતાવરણ સર્જી રહી છે. આ મુલાકાતમાં તેણે અત્યાધુનિક સ્પેસ ટેક્નોલોજી, રોકેટ સાયન્સ અને જાપાનની અવકાશ સંશોધન ક્ષમતાઓનો અનુભવ મેળવ્યો છે.

સ્થાનિક શિક્ષકો, વાલીઓ અને સમાજના આગેવાનો પ્રિયાંશીને અભિનંદન પાઠવી રહ્યા છે. તેઓ કહે છે કે આવી સિદ્ધિઓ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના બાળકોમાં વૈજ્ઞાનિક વલણ અને મોટા સપના જોવાની પ્રેરણા આપે છે.
પ્રિયાંશી કનુભાઈના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ કોઈ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ સિદ્ધિ દર્શાવે છે કે સરળ પરિસ્થિતિઓમાંથી પણ અસાધારણ પરિણામો મેળવી શકાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here