નાનાપોંઢા: નવ નિર્મિત નાનાપોંઢા ખાતેના એ.પી.એમ.સી. માર્કેટમાં ચેરમેન મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન તથા પ્લાસ્ટિક નાબૂદી અભિયાન અંતર્ગત સ્થાનિક વેપારીઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં ચેરમેન મુકેશ પટેલે માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક અને કચરાના સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓએ કચરાના જથ્થાને ટ્રેક્ટરમાં ખાલી કરવો તથા પ્લાસ્ટિકની થેલીઓ પરત લઈ લેવી જરૂરી રહેશે અને તેનો કડક અમલ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને અમલમાં મૂકવા તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. એ.પી.એમ.સી. માર્કેટ વેપારી મંડળના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે નિયમોના ભંગ માટે ૫ દિવસ સુધી દુકાનો બંધ રાખવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નાનાપોંઢા એ.પી.એમ.સી.ને સ્વચ્છ બનાવવા માટે આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

ઇન્ચાર્જ સરપંચ દિલીપભાઈએ જણાવ્યું કે સડેલી શાકભાજી સહિતના પાક ઉત્પાદનને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ટ્રેક્ટરમાં નાખવાને બદલે સીધું જ નાખવાથી પ્લાસ્ટિકની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ શકશે. બેઠકમાં કપરાડા તાલુકા પંચાયતના માસની પ્રમુખ રમેશ ગાંવિત, પંચાયત તલાટી, વેપારી આગેવાન અનિલભાઈ, વેપારી મંડળના ભાયલભાઈ, સરપંચ દિલીપભાઈ સહિત અન્ય અધિકારીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here