વલસાડ: ભારતીય જનતા પાર્ટીના વલસાડ તાલુકા સ્તરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં કાર્યકર્તાઓને માત્ર રાજકારણ નહીં, પરંતુ રાષ્ટ્રસેવાના જીવનવ્રત વિશે વ્યાપક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

પ્રશિક્ષણ વર્ગમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું કે, ભારતીય જનતા પાર્ટી માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ રાષ્ટ્રસેવા, સંસ્કાર અને મૂલ્યો પર આધારિત એક વિચારધારા છે. આ વર્ગ કાર્યકર્તાઓને શીખવે છે કે:
• રાષ્ટ્ર પ્રથમ, પક્ષ પછી અને વ્યક્તિ અંતે
• વ્યક્તિ નહીં, વિચારધારા સર્વોપરી
• સેવા, સમર્પણ અને સંગઠન જ કાર્યકર્તાની સાચી ઓળખ છે
• અનુશાસન, જનસંપર્ક, ટીમવર્ક અને મૂલ્યનિષ્ઠ નેતૃત્વનું મહત્વ
• અંતિમ વ્યક્તિ સુધી સેવા, વિકાસ અને સુશાસન પહોંચાડવાનો સંકલ્પ

વલસાડ તાલુકા સંગઠનના મહામંત્રી ડો. હેમંત પટેલએ જણાવ્યું કે, “ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. આ પાર્ટીમાં કાર્યકર્તા બનવું એટલે માત્ર ચૂંટણીઓ લડવું નહીં, પરંતુ સમાજસેવા અને રાષ્ટ્રસેવાનું જીવન જીવવું.” પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેનારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા વર્ગો દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓને વધુ સંસ્કારી, સમર્પિત અને વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here