મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ રતલામ જિલ્લાના સૈલાના વિસ્તારના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયાર અને તેમનાં સમર્થકો સામે વિરોધ પ્રદર્શન દરમિયાન બેરિકેટ તોડવા અને કાયદો-વ્યવસ્થાને અસર પહોંચાડવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કમલેશ્વર ડોડિયાર મધ્યપ્રદેશ વિધાનસભામાં ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે જાણીતા છે અને આદિવાસી વિસ્તારોના પ્રશ્નોને લઈને તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે. આ ઘટનાના અનુસંધાનમાં તેમના સમર્થકો તેને જનઆવાજ અને આંદોલનના અધિકાર સાથે જોડીને જોઈ રહ્યા છે, જયારે પ્રશાસન તરફથી કાર્યવાહીં કાયદાકીય પ્રકિયા મુજબ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર આદિવાસી વિસ્તારોમાં રાજકીય પ્રતિનિધિત્વ, આંદોલન અને કાયદાકીય કાર્યવાહી અંગે ચર્ચા ઉભી કરી છે. હવે આદિવાસી સમાજના લોકો જાગૃત થઈ એ ખૂબ જરૂરી છે કેમ કે લીડરો પર કેસો થઇ રહ્યા છે.









