પ્રતિકાતમ્ક ફોટોગ્રાફ્સ

નવી દિલ્હી: આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લાખો માસૂમ બાળકોનું ભવિષ્ય સરકારી શિક્ષણ વ્યવસ્થાની દયનીય સ્થિતિને કારણે અંધારામાં ખોવાઈ રહ્યું છે. નીતિ આયોગની મે 2026 માં જાહેર કરવામાં આવેલી વ્યાપક રિપોર્ટ ‘School Education System in India: Temporal Analysis and Policy Roadmap for Quality Enhancement’એ આ વાસ્તવિકતાને ખુલ્લી પાડી છે.

રિપોર્ટ અનુસાર, દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક આખા સ્કૂલને સંભાળી રહ્યા છે. આ શિક્ષકોને અનેક ક્લાસ અને અનેક વિષયો ભણાવવાની મજબૂરી છે, જેના કારણે ગુણવત્તાસભર શિક્ષણ અસંભવ બની ગયું છે. વધુમાં, હજારો સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય છે, છતાં પણ સરકારી ભંડોળ અને સુવિધાઓ વહેતી રહે છે.

રિપોર્ટના આંકડા વેદનાભર્યા
• અનેક સ્કૂલોમાં પીવાનું સ્વચ્છ પાણી, છોકરીઓ માટે ટોઇલેટ અને મૂળભૂત સુવિધાઓનો અભાવ.
• લર્નિંગ આઉટકમ નબળા, ડ્રોપઆઉટ રેટ ઊંચો – ખાસ કરીને સેકન્ડરી અને હાઈયર સેકન્ડરી સ્તરે.
• સરકારી સ્કૂલોમાં નોંધણીનો દર 2005ના 71%થી ઘટીને 2024-25માં 49.24% થઈ ગયો છે, જ્યારે પ્રાઈવેટ સ્કૂલો તરફ વલણ વધ્યું છે.

માતા-પિતા સવારથી સાંજ સુધી મહેનત કરીને સપનાં જુએ છે કે તેમના બાળકો ડોક્ટર, એન્જિનિયર કે અધિકારી બને, પરંતુ વ્યવસ્થાની આ અવ્યવસ્થાને કારણે તેમના સપનાં જમીન પર જ રોકાઈ જાય છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ માત્ર આંકડા નથી, પરંતુ યુવા પેઢીની ચીસ છે. નીતિ આયોગે 13 મુખ્ય સુધારાઓની ભલામણ કરી છે, જેમાં સ્કૂલ સ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું, શિક્ષકોની તૈનાતી અને તાલીમ, ડિજિટલ લર્નિંગનો વિસ્તાર અને GDPના 6% જેટલું શિક્ષણ પર ખર્ચ વધારવાનો સમાવેશ થાય છે.

સમાજ અને સરકાર માટે અપીલ:
આ સમસ્યા માત્ર સરકારની નથી, પરંતુ આખા સમાજની છે. માતા-પિતા, શિક્ષકો, સમાજ અને સરકારે મળીને અવાજ ઉઠાવવો જોઈએ. જો આપણે આજે જાગીએ નહીં તો “વિકસિત ભારત ૨૦૪૭”ના સપનાં અધૂરા રહી જશે. બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. આ રિપોર્ટ એક ચેતવણી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here