નવસારી: કહેર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આજે ઉમંગ અને ઉલ્લાસ સાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના ઉપસચિવ શ્રી હેતલ કુમાર માવડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ તેમણે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત એક નાની બાળકીના હાથે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. શ્રી હેતલ કુમાર માવડીયાએ બાળકોના સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કન્યા કેળવણીના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં કહેર ગામના ગ્રામજનો તથા પ્રકૃતિ સેવા ટ્રસ્ટના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવી હતી.

શાળાના શિક્ષકો, મુખ્ય શિક્ષક ભરતભાઈ ચૌધરી અને વિદ્યાર્થીઓના સહકારથી આખો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોના ઉત્સાહ અને આનંદને જોઈને હાજર રહેલા તમામે આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here