ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકાના ખોડાઆંબા અને ક્વનગાય પ્રાથમિક શાળાઓમાં આજે દીનાંક 22.06.2026 આદિવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત બંને શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ નિયમિત અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આદિવન ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ 2018થી આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.
કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગામના આગેવાનો તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સામગ્રી મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો. આદિવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આવા શૈક્ષણિક સહાય કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.











