માંડવી: આજરોજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે માંડવી રેફરલ સરકારી હોસ્પિટલમાં સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન આનંદભાઈ ચૌધરીએ ભોગવ્યું હતું. આ પ્રસંગે માંડવી નગર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આનંદભાઈ ચૌધરીએ દર્દીઓને ઝડપી સ્વાસ્થ્યલાભની શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દર્દીઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમના સ્વાસ્થ્યની ખબર-અંતર પૂછ્યા હતા.

કાર્યક્રમમાં તાલુકા પંચાયતના વિપક્ષ નેતા નાથુ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સેવા અને માનવતાના સંદેશ સાથે આખો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમો દ્વારા કોંગ્રેસે રાહુલ ગાંધીના જન્મદિવસને સેવાના અવસર તરીકે ઉજવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here