ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના બિલપુડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી યોજના હેઠળ મંજૂર થયેલા રસ્તાના કામમાં મોટા પાયે ગેરરીતિ અને સરકારી નાણાંના દુરુપયોગનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મોજે બિલપુડીમાં મુખ્ય રસ્તાથી ઉતારા ફળિયા તરફ જતા રસ્તાનું કામ “ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2025-26” હેઠળ અંદાજિત 5 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના આક્ષેપ અનુસાર, સ્થળ પર માત્ર રસ્તાનું લેવલિંગ કરીને કામ અધૂરું છોડી દેવાયું છે, છતાં સરકારી ગ્રાન્ટના સંપૂર્ણ પૈસા વપરાઈ ગયાનું દર્શાવવામાં આવ્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ બિલપુડી ગામના જાગૃત નાગરિક પ્રમોદભાઈ એસ. ગાંવિત તથા અન્ય ગ્રામજનોએ આ બાબતે વલસાડ જિલ્લા પંચાયત અને ધરમપુર તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, સરકારી નિયમો અનુસાર સંપૂર્ણ કામ થવું જોઈએ, પરંતુ કામ અધૂરું હોવા છતાં બિલો મંજૂર કરીને પૈસા ચૂકવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રામજનોની મુખ્ય માંગણીઓ:
• તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે
• કામના તમામ દસ્તાવેજો, માપપુસ્તક (MB) અને ચૂકવણી બિલોની વિગતવાર તપાસ કરવામાં આવે
• દોષિત અધિકારી, કર્મચારી કે એજન્સી સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી
• સરકારી નાણાંની વસૂલાત કરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય
• તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે
• કામના તમામ દસ્તાવેજો, માપપુસ્તક (MB) અને ચૂકવણી બિલોની વિગતવાર તપાસ કરવામાં આવે
• દોષિત અધિકારી, કર્મચારી કે એજન્સી સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી
• સરકારી નાણાંની વસૂલાત કરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય
ગ્રામજનોએ આ અરજીની નકલ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને પણ મોકલી આપી છે અને કડક તપાસની માંગ કરી છે. હાલ આ મામલે પંચાયત વિભાગ કેટલી ઝડપથી અને કેટલી નિષ્પક્ષતાથી કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિકોની નજર છે. આ ઘટના સરકારી યોજનાઓમાં થતા કુભેળ અને ભ્રષ્ટાચારના મુદ્દાને ફરી એક વાર તાજો કરી રહી છે.











