વાંસદા: વાંસદા તાલુકાના કેવડી ગામના વિનોદભાઈનો દીકરો અર્પણકુમાર તોરણીયા ડુંગરથી પર્વતારોહણની શરૂઆત કરી હાલ ડિગ્રી કોલેજ રાજપીપળા નર્મદા NCC unit થી માઉન્ટ આબુ પર્વતારોહણ લઈ છેક SPL એડવેન્ચર કોર્સ અરુણાચલ પ્રદેશ (M)-06 31 મે 2026 થી 09 જૂન 2026 દરમિયાન NIMAS દિરાંગ ખાતે યોજાનાર પ્રવતારોહણમાં તિરંગો લહેરાવશે.

વિશેષ Lt. ડૉ.વિજય પટેલ SOS જણાવે છે કે અર્પણકુમાર વિનોદભાઈ ચૌધરી આ કોર્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એલાઇડ સ્પોર્ટ્સ (NIMAS) દિરાંગ (અરુણાચલ પ્રદેશ) ખાતેનો સ્પેશિયલ એડવેન્ચર કોર્સ એક ટૂંકો અને બહુ-વિષયક કાર્યક્રમ છે (સામાન્ય રીતે 10 થી 14 દિવસનો), જે વ્યક્તિમાં સર્વાઇવલ (જીવંત રહેવાની કળા), સહનશક્તિ અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) હેઠળ કાર્યરત આ કોર્સ અનોખી રીતે જમીન, હવા અને પાણીની પ્રવૃત્તિઓ જેવી કે ટ્રેકિંગ, ઓબ્સ્ટેકલ કોર્સ (અવરોધ પાર કરવા), રિવર રાફ્ટિંગ અને રોક ક્લાઇમ્બિંગ (ખડક ચઢાણ) ને એકસાથે સાંકળે છે.

જમીન: ટ્રેકિંગ, કૃત્રિમ દિવાલ પર ચઢાણ, અને દોરડાના અવરોધો પાર કરવાની તાલીમ, પાણી: કામેંગ નદીમાં વ્હાઇટ-વોટર રાફ્ટિંગ અને પાણીમાં બચાવ માટેની પ્રાથમિક તાલીમ, સર્વાઇવલ ટ્રેનિંગ (બચાવ તાલીમ): જંગલ/નિર્જન વિસ્તારમાં જીવિત રહેવાની પ્રાથમિક તાલીમ, તંબુ લગાવવો, અને શિબિર કુશળતા (કેમ્પક્રાફ્ટ), આમ વિશિષ્ટ સાહસીક તાલીમ પસંદગી માટે પુરાણી પરિવાર, કોલેજના પ્રિન્સિપાલ ડૉ . પી.વી.આચાર્ય સર,NCC ઓફિસર Lt.ડૉ.વિજય પટેલ તથા સારસ્વત સ્ટાફ મિત્રો એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here