નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કેવડી ગામના યુવાન અર્પણ ચાવધારીએ પર્વતારોહણ અને સાહસિક પ્રવૃત્તિઓમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાજપીપળાની સી.પી. ડિગ્રી કોલેજમાં એનસીસી કેડેટ (એફવાય, બીપીએસ) તરીકે અભ્યાસ કરતા અર્પણે તાજેતરમાં અરુણાચલ પ્રદેશના દિરાંગ ખાતે આવેલા NIMAS (National Institute of Mountaineering & Adventure Sports) માં સ્પેશિયલ એડવેન્ચર કોર્સ úપૂર્ણ કરીને વતન પરત ફર્યા છે.
કોર્સ દરમિયાન અર્પણે વોલ ક્લાઇમ્બિંગ, રોપ ઓબ્સ્ટેકલ ટ્રેનિંગ, રિવર ક્રોસિંગ અને ટ્રેકિંગ જેવી અનેક સાહસિક પ્રવૃત્તિઓમાં તાલીમ લીધી હતી. એશિયાની સૌથી ઊંચી 22 મીટરની આર્ટિફિશિયલ ક્લાઇમ્બિંગ વોલ પર સફળતાપૂર્વક ચઢીને તેણે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
પર્વતારોહણમાં ગુજરાતનું ગૌરવ: નવસારીના અર્પણ ચાવધારીએ NIMASમાં પૂર્ણ કર્યો સ્પેશિયલ એડવેન્ચર કોર્સ
નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કેવડી ગામના યુવાન અર્પણ ચાવધારીએ પર્વતારોહણ અને સાહસિક પ્રવૃત્તિઓમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાજપીપળાની સી.પી. ડિગ્રી કોલેજમાં એનસીસી કેડેટ (એફવાય, બીપીએસ) તરીકે અભ્યાસ કરતા અર્પણે તાજેતરમાં અરુણાચલ પ્રદેશના દિરાંગ ખાતે આવેલા *NIMAS (National Institute of Mountaineering & Adventure Sports)*માં સ્પેશિયલ એડવેન્ચર કોર્સ úપૂર્ણ કરીને વતન પરત ફર્યા છે.