ખેરગામ: ગૌરી ગામની ગ્રામમંગલમ ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળામાં ટ્રસ્ટીઓ અને નિવૃત આચાર્ય ગોકુળ પટેલ વચ્ચેનો વિવાદ સમવાનું હજુય નામ નથી લઈ રહ્યો.ટ્રસ્ટના અધ્યક્ષ બિપીનભાઈ ગરાસિયાએ નવસારી જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલને કરેલ ગંભીર ફરિયાદમાં જણાવ્યું છે કે કેરીચોરીની ફરિયાદ પછી લાજવાને બદલે ગાજવાનું કામ કરતા ગોકુળ પટેલે છેલ્લા 15 વર્ષો જેટલાં સમયથી આશ્રમશાળામાં પાણીપુરવઠા વિભાગ દ્વારા ગ્રામજનોનાં વપરાશ માટે આપેલી સિન્ટેક્ષની 10000 રૂપિયાની પાણીની ટાંકી મળસકે આશ્રમશાળાના જવાબદારોને વિશ્વાસમાં લીધા વગર ઉતારી ચોરી કર્યાનો આક્ષેપ લાગ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ શાળા ચાલુ થવા જઈ રહી છે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીમાં મૂકી દીધેલ છે.પાણીપુરવઠા વિભાગ દ્વારા આ ખેરગામ પોલિસ પણ વૈભવ વાઘીયા હોય કે વિજય ઉચ્ચકટાર હોય કે ગ્રામ મંગલમ ટ્રસ્ટના સત્તાધીશો હોય કે ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો હોય દરેક ફરિયાદમાં ગોકુળ પટેલને જ વારંવાર કેમ ક્લિનચિટ આપી રહેલ છે તે મુદ્દો સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કારણકે આ વિવાદિત નિવૃત આચાર્ય ગોકુળ પટેલ વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ લોકો દ્વારા વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. ટ્રસ્ટી મંડળનાં કેટલાક સભ્યોના આક્ષેપ અનુસાર ભૂતકાળમાં પણ આ નિવૃત આચાર્ય ગોકુળ પટેલ બે ગંભીર આરોપોનો સામનો કરીને જેલવાસ ભોગવી ચૂકેલ હતા પરંતુ અદાલતમાં આરોપો સાબિત નહીં થતા નિર્દોષ છૂટી ગયા બાદ ગ્રામજનો અને ટ્રસ્ટી મંડળ તેમનાં ગુનાહિત ઇતિહાસથી ડરતા થઇ ગયા હોવાથી તેઓ વધારે બેફામ બન્યા છે.હાલના વર્તમાન મહિલા આચાર્યએ પણ ઉર્મિલાબેન ગરાસિયાને ચાલુ મિટિંગે તમાચા મારી હુમલો કરવાની ધમકીઓ આપી હોવાના તેમજ અધ્યક્ષ બિપીનભાઈને રાજીનામુ મૂકી પોતાને અધ્યક્ષ બનાવવા દબાણ કરતા હોવાનો પણ ગંભીર આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો છે.શિક્ષણજગતને બદનામ કરનાર આવી ઘટનાઓની જડમૂળથી તપાસ થવી જોઈએ અને ગોકુળ પટેલ જો ખરેખર દોષિત હોય તો ખેરગામ પોલિસ જો કોઈક અંગત લાભ મેળવવાની લ્હાયમાં એને છાવરી રહી હોય તો ખેરગામ પોલીસનાં જવાબદાર કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવાવા જોઈએ એવી પણ લોકોમાં માંગ ઉઠી છે.
ગૌરી ગામના સરપંચ સંબોધીને પત્ર લખીને આશ્રમશાળાનાં ગરીબ બાળકોને લાભાર્થે વપરાતી સરકારી ટાંકી લઇ જનાર ગોકુળ પટેલનાં આ કૃત્યમાં સરપંચ પ્રકાશ પટેલ અને તલાટી સહકાર આપે છે કે પછી ગરીબ બાળકોના લાભાર્થે ફરીથી ટાંકી આશ્રમશાળામાં જ મુકવાનો આદેશ કરશે તેના પર લોકોની નજર ટકેલી છે.આ બાબતે લોકોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહેલ છે કે જો આ કેરીની આવક આશ્રમશાળાના બાળકોના લાભાર્થે વપરાઈ હોત તો બાળકોનું ભલું થાત અને કર્તવ્યનિષ્ઠ ગુરુજનો જે માબાપનું બીજું રૂપ હોય છે તેવા શિક્ષકો તો વિદ્યાર્થીઓનાં ભલા માટે ટાંકી સહીત બાકડા,ચોપડા,ચપ્પલ વગેરેનું દાન આપતાં હોય છે ત્યારે 15 વર્ષ જૂની ટાંકી ઉઠાવી જવુ એ કેટલી હદે યોગ્ય?નિવૃત આચાર્ય ગોકુળ પટેલે પોતાના અંગત ઝગડામાં નાનકડા ફૂલ જેવા બાળકોને હેરાનગતિ થાય તેવું કૃત્ય નહીં કરવાનું હતું.











