​ગુજરાત: ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચતા, ગુજરાત સરકારે ગ્લોબલ ટેક કંપની ‘મેટા’ (Meta) સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આ ડીલ અંતર્ગત રાજ્યના નાગરિકોને હવે આવક, જાતિ અને EWSના પ્રમાણપત્રો સહિત કુલ 20 જેટલી મહત્વની સરકારી સેવાઓ સીધી તેમના WhatsApp પર ઉપલબ્ધ કરાશે.

ગુજરાતના ​કોઈપણ નાગરિક માટે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર કે EWS સર્ટિફિકેટ એ શિક્ષણ, શિષ્યવૃત્તિ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી છે. અત્યાર સુધી આ પ્રમાણપત્રો મેળવવા માટે મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર કે સાયબર કાફેના ધક્કા ખાવા પડતા હતા. ફોર્મ ભરવાથી લઈને દસ્તાવેજો જમા કરાવવા અને પ્રમાણપત્ર હાથમાં આવવા સુધી દિવસો નીકળી જતા, કચેરીઓએ આવવા-જવાનો ખર્ચ, મજૂરીના દિવસોની ખોટ અને ક્યારેક વચેટિયાઓને આપવી પડતી રકમ લોકોના ગજવા પર ભારે પડતી અને લાઈનોમાં ઊભા રહેવું માનસિક ત્રાસ સમાન હતું.

આ નવી વ્યવસ્થાથી લોકોના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવશે. વોટ્સએપ દરેક વર્ગના વ્યક્તિના મોબાઈલમાં ઉપલબ્ધ છે, માત્ર WhatsApp એક ‘Hi’ મેસેજ કરીને ચેટબોટના માધ્યમથી જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઘરે બેઠા જ સર્ટિફિકેટ મળી જશે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here