ગુજરાત: નેશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 3 હજારથી વધુ લોકોના તો હાર્ટએટેકથી મોત થાય છે, જ્યારે કોઈને કોઈ કારણસર આકસ્મિક મોતનો આંકડો પણ પણ સતત વધી રહ્યો છે. આ રીતે રાજ્યમાં 23,934 હજારથી વધુ લોકોના આકસ્મિક મોત થયા છે.

ગુજરાતમાં 2023માં 23015 લોકોના આકસ્મિક મૃત્યુ થયા હતા જ્યારે 2024માં આકસ્મિક મૃત્યુનો આંક વધીને 23934 સુધી પહોંચ્યો હતો. એટલે કે તેમાં 4 ટકાનો વધારો થયો હતો. આકસ્મિક મૃત્યુ દર 5.1 281 રહ્યો છે. પૂર સહિત કુદરતી આફતોને લીધે 144 લોકોએ જીવ ગુમાવ્યા છે. માર્ગ અકસ્માતને લીધે સૌથી વધુ 7717 લોકોએ જીવ ગુમાવ્યા છે, હાર્ટ એટેકથી 3253 જણાના મોત થયા છે. તળાવ, ઘોધ, નદી સહિત સરોવરમાં ડૂબી જતાં કુલ 1999 મરણ પામ્યા છે. 3336 લોકોનું ઓચિંતું મૃત્યુ થયું છે. તો રેલવે ટ્રેક પર અને ક્રોસિંગ કરતાં કુલ 870 લોકોનું મોત થયું છે.

ચોંકાવનારી વાત તો એ છે કે, 574 સ્ત્રી-પુરૂષોનું મૃત્યુ રહસ્યમય ગણાવાયું છે કારણ કે, તેમના મૃત્યુનું કારણ જ જાણવા મળ્યું નથી. કુદરતી અને માનવસર્જિત દુર્ઘટનામાં વીજ કરંટે પણ 982નો ભોગ લીધો હતો. સાપ કરડતાં 240 લોકોએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં વરસાદની પૂરમાં તણાઈ જવાથી 39 લોકોના મૃત્યુ થયા હતા. મકાન અને બ્રિજ અચાનક ધરાશાયી થતાં 118ના મોત થયા હતા. ઠંડીને લીધે પણ 18 જણાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે લૂ લાગવાથી 15ના મૃત્યુ થયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here