સેલવાસા: સેલવાસા સ્ટેડિયમ ખાતે “ધોડિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવ”નો ભવ્ય અને પ્રભાવશાળી કાર્યક્રમ યોજાયો હતો. પત્રકાર અને સામાજિક કાર્યકર અશ્વિન પટેલના નેતૃત્વમાં આયોજિત આ મહોત્સવ ધોડિયા સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રદર્શન બની રહ્યો.

કાર્યક્રમમાં ધોડિયા સમાજના હજારો લોકો અને ખાસ કરીને દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર એમના પુત્ર અભિનવ ડેલકર અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિએ આખા માહોલને ઉત્સાહથી ભરી દીધો હતો. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, ગીત અને પરંપરાગત કલાઓ દ્વારા ધોડિયા સમાજના વારસા અને સંસ્કૃતિને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિ બરમદેવ અને કંસારી માતાની યાદમાં તૈયાર કરવામાં આવેલી આકર્ષક ઝાંખીઓએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઝાંખીઓને જોતાં ઉપસ્થિત લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અશ્વિન પટેલે જણાવ્યું કે, આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ધોડિયા સમાજની નવી પેઢીને તેમની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો હતો. આ કાર્યક્રમ સમાજની એકતા અને સાંસ્કૃતિક જાગૃતિને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયો છે. આ મહોત્સવ ધોડિયા સમાજ માટે માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની શાન અને ગૌરવ વધારવાનો એક યાદગાર પ્રસંગ બની રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here