આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી બોરખેત તરફ જતા માર્ગ પર આજે અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સફેદ રંગની મહિન્દ્રા કાર (GJ 16 BN 0800) અને મોટરસાયકલ વચ્ચે જોરદાર અથડામણ થતાં બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ મૃતકોની ઓળખ લગભગ 35 વર્ષીય સતિષભાઈ કાશીરામભાઈ વાલઘર અને 22 વર્ષીય સુરજભાઈ દગડુભાઈ ખિરારી તરીકે થઈ છે. બંને આહવા મજીરપાડા વિસ્તારના રહેવાસી હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવાનો કારના આગળના ભાગમાં ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજામાં લઈ તપાસ શરૂ કરી છે. અકસ્માતનું કારણ અને જવાબદારી નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ અકસ્માતના સમાચારથી આહવા મજીરપાડા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ વિગતો જાહેર કરવાની હજુ બાકી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here