વાંસદા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં વાંસદા વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. વર્ષોથી કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાજપે મતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરીને મોટું ગાબડું પાડ્યું છે.

2021ની સરખામણીમાં 2026ની ચૂંટણીમાં ભાજપે આશરે 2,816 મતોનો વધારો કર્યો છે, જ્યારે કોંગ્રેસના મતોમાં આશરે 2,234 મતોનો ઘટાડો નોંધાયો છે. આ ફેરફારને કારણે ભાજપ પાછળથી આગળ નીકળી ગયું છે અને જનતાએ વિકાસ તથા વિશ્વાસના મુદ્દે નિર્ણય લીધો છે.

મતોમાં મોટો ફેરફાર જોઈએ તો 2021 → 2026 વાંસદા બદલાવ: ભાજપ: 47.71% → 49.47% (+1.76%) થયો છે, કોંગ્રેસ: 49.75% → 47.89% (−1.86%) 2021: ભાજપ કોંગ્રેસથી -2,862 મત પાછળ હતું, 2026: ભાજપ +2,188 મતથી આગળ નીકળી ગયું છે, કુલ 5 વર્ષમાં 5,050 મતોનો ફેરફાર  આ આંકડા વાંસદા તાલુકા પંચાયત અને સંબંધિત સ્થાનિક બેઠકોના પરિણામો પર આધારિત છે, જ્યાં ભાજપે અનેક બેઠકો પર મજબૂત પ્રદર્શન કર્યું છે.

સાંસદ ધવલ પટેલ કોંગ્રેસની હારના મુખ્ય કારણો જણાવતા કહે છે કે ભ્રષ્ટાચાર અને કુશાસન,જનતાથી દૂર રહેવું, વિકાસના કામોમાં નિષ્ફળતા, ખાલી વાયદાઓ, કોઈ પરિણામ નહીં, સ્થાનિક નેતાઓમાં આંતરિક કલહ, યુવાનો અને મહિલાઓનો વિશ્વાસ ખોઈ દેવો છે. જ્યારે ભાજપની જીતના મુખ્ય કારણો વિકાસના કામો અને દેખીતા પરિણામો, જનતાનો વિશ્વાસ અને સાથ, યુવાનો, મહિલાઓ અને દરેક વર્ગનું સમર્થન, સ્થાનિક સમસ્યાઓના અસરકારક ઉકેલ, મજબૂત નેતૃત્વ અને સંગઠન

તેમણે વધુમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના વિકાસ સાથે વિશ્વાસનો વિજય છે ! આ પરિણામને ભાજપના સમર્થકો “કોંગ્રેસના ગઢમાં પ્રહાર” તરીકે જુએ છે અને કહે છે કે જનતાનો રસ્તો હવે વિકાસ તરફ તૈયાર થઈ ગયો છે. આ ફેરફાર વાંસદા જેવા પરંપરાગત કોંગ્રેસી વિસ્તારોમાં ભાજપની વધતી સ્વીકૃતિ અને સ્થાનિક સ્તરે વિકાસના મુદ્દાઓના પ્રભાવને દર્શાવે છે. આ પરિણામો 2027ની વિધાનસભા ચૂંટણી માટે પણ મહત્વના સંકેત આપે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here