ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે ઘટનાસ્થળે પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા અને એક યુવક વચ્ચે ઝપાઝપી અને લાફાવાળી થઈ હતી. આ મામલે, MLA ચૈતર વસાવા સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

લાફાંકાંડ મુદ્દે લોકો કહે છે કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ પીડિતોને ન્યાય અપાવવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, આ દરમિયાન એક મૃતકના કથિત સંબંધી રોશન વસાવા નામના વ્યક્તિ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી આ બોલાચાલીએ થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ રોશન વસાવા અને અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં હાથાપાઈ તેમજ લાફાવાળી થઈ હોવાની ઘટના સામે આવી હતી, જેનાથી સ્થળ પર તણાવમાં વધુ વધારો થયો હતો.

આ ઘટના બાદ ઝઘડિયા GIDC પોલીસ દ્વારા કાર્યવાહી કરતાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે કુલ ત્રણ અલગ-અલગ ફરિયાદ (FIR) નોંધી છે. આ ફરિયાદોમાં રોશન વસાવાને માર મારવો, સરકારી કામકાજમાં દખલગીરી કરવી અને કંપનીના પરિસરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા સહિતના આરોપ છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ત્રણેય FIR ને સેન્સિટિવ કેટેગરીમાં મૂકી છે.

લોકો વધુમાં કહે છે કે કંપનીની બેદરકારીને લીધે કામદારોના જીવ ગયા છે, તેથી ખરેખર તો કંપની પર માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. શ્રમિકો માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કંપનીના લોકોએ ખરાબ વર્તન કર્યું હતું, અને હવે તંત્ર દ્વારા ચૈતર વસાવા પર 3 ફરિયાદ દાખલ કરીને તેમને જેલમાં નાખવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.
જરૂર પડી તો ચૈતરભાઈ માટે આગામી દિવસોમાં મોટું આંદોલન કરીશું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here