દક્ષિણ ગુજરાત: આ આમ આદમી પાર્ટીની ફોટો છે. આ પોસ્ટરમાં કુલ દસ વ્યક્તિઓના ફોટા છે. એમાંથી કેટલાંક ચૂંટણી લડ્યા છે અને હાર્યા છે, અને કેટલાંક જીત્યા છે. પણ આ દસમાંથી એક આદિવાસી નેતા ચૈતર વસાવા છે, જેમણે વિધાન સભાને ચૂંટણી લડી છે—માત્ર પોતે જીત્યા જ નથી, પણ પોતાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી વિજય અપાવ્યો છે. એટલે કે આખા રાજ્યમાં એક એવા નેતા છે જેમણે લોકોને જીતાડ્યા છે. છતાં પણ આ પોસ્ટરમાં એમનું સ્થાન ક્યાં છે? કયા સ્તર પર રાખવામાં આવ્યા છે?

આ શું બતાવે છે? આ છે જાતિવાદી માનસિકતા.

આ કહેવાતી પાર્ટીમાં માત્ર પાટીદાર સમાજના લોક એ આખી પાર્ટી પર કબજો જમાવ્યો છે અને મન ફાવે તે અહંકારી રીતે નિર્ણયો લે છે અને જે સાચા પાયાના કાર્યકરો છે એમને ટિકિટ આપવાની જગ્યાએ આ પાટીદારોએ ટિકિટો વેચી છે કેટલા વિડિયો વાયરલ પણ થયા છે. જ્યારે મેદાનમાં મહેનત કરનારા, પાર્ટીને ઊંચી લાવનારા, ગ્રાઉન્ડ પર લડનારા લોકોને જાણીને પાછળ રાખવામાં આવે છે. એ લોકો આગળ કેટલા છે અને એ કેટલાંમાંથી કેટલાં લોકો એવા છે કે જે પોતે ચૂંટણી હારી ગયા છે—એ તમે ધ્યાનથી જુઓ.

પ્રદેશના સંગઠન મંત્રી મનોજ સોરઠીયા નામનો નમૂનારૂપ વ્યક્તિ—એક નહીં, પરંતુ બબ્બે ચૂંટણી હારી છે, કોર્પોરેશનની ચૂંટણી પણ હારી ગયા છે—છતાં એમનું સ્થાન આગળ છે. અને બીજી તરફ જે જીત્યા છે, લોકો જીતાડ્યા છે, વિસ્તાર જીતી આપ્યો છે—એવા નેતાને પાછળ રાખવામાં આવે છે.

જ્યારે જીતનાર પાછળ અને હારનાર આગળ—ત્યારે આ માત્ર પોસ્ટર નથી… આ છે પક્ષની પ્રાથમિકતાઓનો ખુલાસો.
હવે પ્રદેશ પ્રમુખ જેવું સ્થાન આ ચૈતર વસાવાને મળવું જોઈએ. ઉઠાવો અવાજ અને દૂર કરો આ ‘આમ આદમી પાર્ટી’ના જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here