ખેરગામ: ખેરગામની ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને વલસાડની છાંયડો પેથોલોજી લેબોરેટરીના સંચાલક એમડી પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી પટેલના પુત્ર નિદીવે નેશનલ ટેલેન્ટ ઓલીમ્પયાડમા રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ પરિવારની ખુશીઓમાં વધારો કરતા વલસાડની ખ્યાતનામ સેન્ટ જોસેફ ઈંગ્લીશ હાઈસ્કૂલમા અભ્યાસ કરતી મોટી દીકરી નિદિવાએ અંગ્રેજીમા ટોપ 50 ગણિત અને ચિત્રકામમા ટોપ 100 મા સ્થાન મેળવી રાજય સ્તરના 2 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા

આ ઉપરાંત શાળાની અંતિમ પરીક્ષામાં 99% માર્કસ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને નિદિવા સાથે એક જ વર્ગમાં ભણતા મોટાભાઈ ડો.કૃણાલ પટેલના દિકરા દિવમ કૃણાલ પટેલે ગણિતમા રાજય સ્તરે ક્લાસ ટોપરનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરિવારના બાળકોની ઉપલબ્ધિને પોતાની સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાત રાજયના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા માતા ચિંતુબેનના વિઝનને અને પરિવારના વડલાઓ ભુલાભાઇ, હસમુખભાઈ, રસીલાબેન, કાંતિભાઈ, તારાબેન તેમજ હોસ્પિટલ સ્ટાફને અર્પણ કરતા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે

રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જેમાં દેશભરની 42511 કરતા વધુ શાળાના લાખો બાળકો ભાગ લેતા હોય ત્યારે નિદિવે રાષ્ટ્રીય સ્તરે અને નિદિવા,દિવમે રાજય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું એ બદલ સેન્ટ જોસેફ કોનવેન્ટ શાળાના આચાર્યશ્રી સંગીતા ડી’સિલ્વા સિસ્ટર જેઓ શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્લાનિંગ કરતા રહેતા હોય છે અને તેમના માર્ગદર્શનમા બાળકોના વર્ગશિક્ષકો સુપ્રીયાબેન, રિયાબેન, જ્યોતિબેન, સરિતાબેન, સીમાબેન, આશિયાનાબેન તેમજ ચિત્રકામ શિક્ષિકા દિપ્તીબેન સોલંકીનો અમે હૃદયપૂર્વક આભાર માન્યે છીએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here