ઉમરગામ: ધરમપુરના શેરીમાળ ગામના ઉમરગામમાં મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા દલપતભાઈએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કર્યાના અકાળ અવસાનથી આદિવાસી સમાજ અને વહીવટી વર્તુળોમાં ભારે શોક સાથે ચર્ચાઓએ જોર પકડયું છે.

વાંસદાના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ કહ્યું કે ‘દલપતભાઈ એક કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક સરકારી અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા. તેમના દ્વારા લેવાયેલા આત્મઘાતી પગલાં પાછળ રાજકીય દબાણ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા નિવેદનો મુજબ, સત્તાધારી પક્ષના કોઈ પ્રભાવશાળી નેતા દ્વારા તેમને સતત માનસિક રીતે નિશાન બનાવવામાં આવ્યા હોઈ શકે છે. મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ તપાસવા માગ ધારાસભ્ય અનંત પટેલે આ કેસમાં દલપતભાઈના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ (CDR) ની સઘન તપાસ કરવાની માંગણી દોહરાવી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં તેમને કોના દ્વારા 30 થી 40 જેટલા ફોન કોલ્સ કરીને માનસિક પજવણી કરવામાં આવી હતી, તેની સત્યતા જનતા સમક્ષ લાવવામાં આવે. આત્મહત્યા માટે મજબૂર કરનાર જવાબદાર નેતા વિરુદ્ધ ગુનો નોંધી કઠોર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં સરીગામ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર રાકેશ રાયનું ફોર્મ રદ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. શાસક પક્ષના કેટલાક નેતાઓ તેમને સતત પરેશાન કરી રહ્યા હતા. દલપતભાઈએ કેવા અને કોના દબાણમાં આવીને આત્મહત્યા કરી તેની તપાસ થવી જ જોઈએ, તપાસ નહીં થાય તો આદિવાસી સમાજ આંદોલનનો માર્ગ તરફ જશે.

સમગ્ર આદિવાસી સમાજમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનંત પટેલે જણાવ્યું હતું કે, “એક આદિવાસી દીકરા તરીકે મારા પિતાતુલ્ય અધિકારીએ જો મરવા માટે મજબૂર થવું પડયું હોય, તો તે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. અમે હજારોની મેદની સાથે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પીશું અને ન્યાય મેળવવા માટે આરપારની લડત લડીશું.”

લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલે સ્વર્ગસ્થ મામલતદારના નિવાસસ્થાને જઈ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. વલસાડ સાંસદ ધવલ પટેલે કહ્યું કે, “દલપતભાઈ એક નિષ્ઠાવાન અધિકારી અને આદિવાસી સમાજનું રત્ન હતા. તેમના જવાથી વહીવટી તંત્ર અને સમાજને મોટી ખોટ પડી છે. આ મુશ્કેલ સમયમાં ભાજપ સંગઠન અને સરકાર પરિવારની સાથે છે. મામલદારનું મૃત્યું આઘાતજનક છે, તેમનું મોત એ તપાસનો વિષય છે, તપાસ બાદ બધી ખબર પડશે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here