ઉમરગામ: ગતરોજ ઉમરગામમાં મુળ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના મામલતદાર એવા ડી.સી. બ્રાહ્મણકાચ્છ ટ્રેન નીચે પડીને આત્મહત્યા કરી લીધી હતી જેનું કારણઅપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ‘મોટા માથાઓ’ના દબાણનો ગંભીર આરોપ સામે આવી રહ્યા છે.

ઉમરગામમાં મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડીને જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આ આત્મહત્યા પાછળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવારનું નામાંકન ફોર્મ રદ કરવા માટે ‘મોટા માથાઓ’ દ્વારા અપાયેલા ભારે દબાણ અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

Decision News ને સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મામલતદારને કાયદાકીય રીતે ફોર્મ રદ કરવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં તેમના પર દબાણ કરવામાં આવતું હતું. આ દબાણનો સામનો કરવાને બદલે તેમણે મોતનો માર્ગ અપનાવ્યો હોવાનું કહેવાય છે. પોલીસે આ ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે અને આક્ષેપોની યોગ્ય તપાસ કરવાનું કહ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્ર અને ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઊભા કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here