ધરમપુર: ગતરોજ ધરમપુર વિધાનસભા વિસ્તારમાં આવેલા ભેંસધરા પટેલ ફળિયા, ભૈરવી ફળિયા, નાની વહિયાળ સહિતના ગામોની શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ નાના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટ દ્વારા આ પહેલ ગરીબ આદિવાસી વિસ્તારના બાળકોના શિક્ષણને સહાયરૂપ થાય તે માટે કરવામાં આવી છે. નોટબુક વિતરણથી બાળકોને અભ્યાસ માટે જરૂરી સામગ્રી મળતાં તેમના શિક્ષણમાં સુધારો થશે તેવી અપેક્ષા છે. ટ્રસ્ટી મંડળના રાહુલ પટેલએ Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે, “આપણા આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણની તક મળે અને તેઓ સારું ભવિષ્ય ઘડી શકે તે માટે ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. નોટબુક વિતરણ એ એક નાનકડો પ્રયાસ છે, જે બાળકોમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારશે.”

આ કાર્યક્રમમાં સ્થાનિક શાળાઓના શિક્ષકો અને ગ્રામજનોએ પણ ટ્રસ્ટના આ સામાજિક પ્રયાસની પ્રશંસા કરી છે. આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ આવી શૈક્ષણિક અને સામાજિક પહેલો ચાલુ રાખશે તેવું જણાવવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ ગરીબ આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here