પારડી: વર્તમાન સમયમાં પારડીના ટૂકવાડા વિસ્તારમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનેક રસપ્રદ વળાંકો સાથે આગળ વધી રહી છે. જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સોનલબેન રવિન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસે માલતીબેન યોગેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

Decision News મળેલી જાણકારી મુજબ બંને ઉમેદવારો એક જ પરિવારના છે. તેઓ કાકા-બાપાની દીકરીઓ છે અને વિસ્તારમાં તેઓ “મોટી બહેન” તરીકે સોનલબેન અને “નાની બહેન” તરીકે માલતીબેન તરીકે જાણીતા છે. આવી સ્થિતિમાં હવે એક જ પરિવારની બહેનો વચ્ચે સીધી રાજકીય ટક્કર જોવા મળી રહી છે.

વિસ્તારના મતદારોમાં આ વાતને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા મતદારો કહે છે કે પરિવારની અંદર જ આવી ટક્કર જોવા મળે તે અસાધારણ છે અને તેની અસર ચૂંટણી પરિણામ તેમજ પરિવારીય સંબંધો પર પણ પડી શકે છે. આ વખતે ટૂકવાડા વિસ્તારની ચૂંટણીઓ માત્ર પાર્ટીઓ વચ્ચેની ટક્કર નહીં, પરંતુ એક જ પરિવારની બે બહેનો વચ્ચેની સીધી હરીફાઈ તરીકે પણ ચર્ચામાં છે. વિસ્તારના લોકો આ ચૂંટણીના પરિણામની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here