ખેરગામ: ખેરગામના ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા શેખના મકાન ખાતે 11/04/2026 શનિવાર ના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ રાતેબ-એ-રિફાઈ નો શાનદાર જલાલી જલશો રાખવામાં આવ્યો હતો.જેમાં વડોદરાથી મુસ્લિમ ધર્મગુરુ હઝરત સૈયેદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ સાહેબ પધાર્યા હતા.આ કાર્યક્રમનું આયોજન જમીરભાઈ શેખ અને એમનો પરિવાર,આશીફભાઇ વગેરે ધાર્મિક મુસ્લિમ સમાજના સજ્જન અગ્રણીઓએ ખુબ જ સફળતાપૂર્વક કર્યું હતું.

Decision News મળેલી જાણકારી મુજબ કાર્યક્રમમા રાત્રે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી અને ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને જાણીતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ, પત્રકાર હર્ષદભાઈ આહીર, શૈલેષભાઇ ટેલર, જગદીશ પટેલ ઉપસરપંચ, કાર્તિક, અક્ષિત, અનિલભાઈ કાપડિયા, અરવિંદભાઈ જનતા માધ્યમિક, દીપકભાઈ પત્રકાર, યોગેશ જોશી વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધર્મગુરુ હઝરત સૈયેદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈએ તમામ મહેમાનોનું લાગણીશીલ સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા અને મુસ્લિમ સમુદાયના બંદાઓને ધરમ અને વતન માટે હમેશા મરી ફીટવાનો તેમજ અન્ય દરેક ધર્મના લોકો સાથે પરસ્પર પ્રેમ, લાગણી, સહકાર અને ભાઈચારાથી રહેવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમા હજારો મુસ્લિમોની જંગી ભીડ ઉમટી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here