ધરમપુર: સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે ધરમપુર તાલુકા પંચાયત અને વલસાડ જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારોના નામાંકનનો કાર્યક્રમ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો. આ પ્રસંગે શંખનાદ કરીને કાર્યકર્તાઓએ વિજયના સંકલ્પને વધુ પ્રબળ બનાવ્યો.
પ્રદેશ ઉપાધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈએ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આદિજાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી મહેન્દ્રભાઈ, જિલ્લા આદિજાતિ પ્રમુખ ધનેશભાઈ અને તાલુકા પ્રમુખ કેતનભાઈએ પણ કાર્યકર્તાઓને સંબોધીને ભાજપની વિકાસલક્ષી વિચારધારાને આગળ વધારવાનો આહ્વાન આપ્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ અમિતભાઈ, નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ વિનોદભાઈ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ પ્રભાકરભાઈ, તાલુકા મોરચા પ્રમુખ સૌરભભાઈ સહિત ભાજપ સંગઠનના અનેક હોદ્દેદારો, સરપંચો, જનપ્રતિનિધિઓ, બાબરભાઈ, નવીનભાઈ જેવા વડીલો તેમજ મહિલાઓ અને યુવાનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી.
યુવા સમાજસેવી અને ભાજપના સક્રિય કાર્યકર્તા ડો. હેમંત પટેલએ કહ્યું, “આ વિશાળ ઉપસ્થિતિએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ધરમપુર તાલુકા તેમજ વલસાડ જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે. લોકો વિકાસ અને સ્થિરતાને સાથ આપવા માટે તૈયાર છે.” કાર્યક્રમમાં હાજર તમામ કાર્યકર્તાઓએ એકસૂરે “ભાજપનો વિજય, વિકાસનો વિજય”ના નારા લગાવીને વાતાવરણને વધુ ઉત્સાહી બનાવ્યું હતું.











