વાંસદા: આજે દેશભરમાં કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીજીની જીવનસંગિની અને સ્વાતંત્ર્ય સંગ્રામની અગ્રગણ્ય સેનાની તરીકે કસ્તુરબા ગાંધીનું યોગદાન ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં અમર બની રહ્યું છે.

મહાત્મા ગાંધીજી સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહીને કસ્તુરબાએ દેશની સ્વતંત્રતા ચળવળમાં જે અમૂલ્ય યોગદાન આપ્યું છે તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેઓ હંમેશા તેમની મજબૂત ઇચ્છાશક્તિ, અડગ સંકલ્પ અને દેશની સ્વતંત્રતા માટેના બલિદાન માટે યાદ કરવામાં આવશે. 11 એપ્રિલ 1869 ના રોજ જન્મેલા કસ્તુરબા ગાંધીએ માત્ર ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ સ્વતંત્રતા સેનાની તરીકે પણ અમૂલ્ય કામગીરી બજાવી હતી. તેઓ દક્ષિણ આફ્રિકાથી શરૂ કરીને ભારતમાં અનેક સત્યાગ્રહોમાં સક્રિય ભાગ લેતાં હતાં. 1913 ના દક્ષિણ આફ્રિકાના માર્ચમાં તેઓ પોતે જેલમાં ગયાં હતાં. ભારતમાં પણ તેઓ મહિલા સશક્તિકરણ અને ચરકા આંદોલનમાં આગળપડી હતાં.

1942 ના ક્વિટ ઇન્ડિયા આંદોલન વખતે તેઓ આગાખાન પેલેસમાં ગાંધીજી સાથે જેલમાં હતાં અને ત્યાં જ 22 ફેબ્રુઆરી 1944 ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાન પછી ગાંધીજીએ તેમને “મારી જીવનસાથી જ નહીં, મારા સંઘર્ષની સાથી” તરીકે વર્ણવ્યાં હતાં. આજે વિવિધ સંસ્થાઓ, શાળાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોએ કસ્તુરબા ગાંધીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે.

વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ જણાવે છે કે કસ્તુરબાને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, “કસ્તુરબા ગાંધીજીની જન્મજયંતિ પર તેમના અદમ્ય સંકલ્પ અને દેશસેવાને પ્રણામ.” કસ્તુરબા ગાંધીનું જીવન દરેક ભારતીય મહિલા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમની જન્મજયંતિ પર આપણે ફરી એક વાર તેમના આદર્શોને જીવનમાં અપનાવવાનું સંકલ્પ કરીએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here