વલસાડ: મોગરાવાડીના મહાદેવનગરમાં રહેતા રંજનબેન ગોપાલભાઈ દરજી નામક મહિલા માનસિક રોગની બીમારીથી પીડાતા હોય ગત ફેબ્રુઆરી મહિનામાં ઘરથી અચાનક ચાલી નીકળી ગુમ થઇ જતા 16/2/2026 મહિલાના દીકરા મનીષ દરજીએ વલસાડ પોલીસને અરજી કરેલ હતી.
આ અરજીને મહિનો થવા છતાં હજુ સુધી કોઈ ભાળ નહીં મળતા ચિંતિત પરિવારજનોએ જાહેર અપીલ કરી પોતાની માતાને શોધી આપવા આજીજી કરી હતી. આ બાબતે પરિવારજનોએ મોગરાવાડી પંથકના યુવાઆગેવાન મયુર પટેલનો સંપર્ક કરી સામાજિક રીતે માતાની શોધખોળમાં મદદરૂપ થવાની ગુહાર લગાવી હતી.
સામાજિક યુવા આગેવાન અને ખેરગામના સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પણ વલસાડ પોલિસ તથા સામાન્ય લોકોને માતાની યાદમાં દુઃખી થઇ રહેલ પરિવારજનોને મદદરૂપ થવા અપીલ કરતા જણાવ્યું હતું કે માં વગરની જિંદગી અને ઘર ખુબ જ પીડાદાયક અને ભયંકર ખાલીપો પેદા કરનારી હોય છે.જો કોઈને આ માતા મળી આવે તો 8160065630, 7202886632 પર સંપર્ક કરશો.











