ધરમપુર: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક સુવિધાઓ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ધરમપુર તાલુકાના વિરવલ ગામની 80.04 લાખની લાગતે નવનિર્માણ પામેલી પ્રાથમિક શાળાના 6 ઓરડાઓનું લોકાર્પણ આજે ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલના વરદ હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગણેશભાઈ બિરારી, જિલ્લા કારોબારી સદસ્ય શ્રી નવીનભાઈ ભોયા, તાલુકા મહામંત્રી શ્રી વિમલભાઈ પટેલ, સામાજિક આગેવાન શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ડૉ. હેમંતભાઈ પટેલ, સરપંચ શ્રી પ્રતિકભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ નવા શાળા ભવનથી વિરવલ અને આસપાસના વિસ્તારના બાળકોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક શિક્ષણ સુવિધાઓ મળશે. ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર અને ગુણવત્તા વધારવા માટે સરકાર અને સ્થાનિક આગેવાનો સતત પ્રયાસરત છે. આવા નવા ભવનો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વનું પગલું છે. આ લોકાર્પણ ધરમપુર તાલુકામાં શિક્ષણના વિકાસની દિશામાં એક માઇલસ્ટોન સમાન છે. આ પ્રસંગે હાજર રહેલા તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ શિક્ષણના મહત્વને રેખાંકિત કરતાં આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











