ધરમપુર: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક અભિનંદનીય અને પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી ખારવેલ પ્રાથમિક શાળાએ રંગોત્સવ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરીને સરકારી શાળાના શિક્ષણને ખરેખર “ઉત્સવ”નું સ્વરૂપ આપ્યું છે.

આ પ્રસંગને “શિક્ષણનો ઉત્સવ” ગણાવતા ડૉ. હેમંત પટેલે જણાવ્યું કે, આયોજનમાં નિપુણ શિક્ષકોની મહેનત, પ્રતિભાશાળી બાળકોની ઉત્સાહભરી રજૂઆત, સક્રિય શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ટીમનું સમર્પણ, ગ્રામજનો તેમજ વાલીઓનો ઉમળકાભર્યો સહયોગ અને શિક્ષણ જગતના તજજ્ઞો તથા માનનીય મહેમાનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને અદ્ભુત અને અવિસ્મરણીય બનાવ્યો છે.

આ સમન્વયથી બાળકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, આત્મવિશ્વાસ અને રચનાત્મકતા વધુ મજબૂત બની છે. રંગોત્સવ દ્વારા રંગબેરંગી રંગોળી, ચિત્રકલા, નૃત્ય, ગીત અને અન્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આવા કાર્યક્રમો દર્શાવે છે કે સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપી શકાય છે. ખારવેલ પ્રાથમિક શાળાના આ પ્રયાસને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી પણ સરાહવા જોઈએ. આ પ્રસંગ બધા શિક્ષકો, વાલીઓ અને શાળા સંચાલકો માટે પ્રેરણારૂપ બની રહેશે,


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here