ધરમપુર: ગતરોજ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિશ્વકપની ફાઈનલ મેચની ટિકિટોનો મુદ્દો ચગ્યો જેમાં વલસાડ જિલ્લાના ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પોતાને વિશ્વકપની ફાઇનલ જોવા માટેની ટિકિટ ના મળી હોવાનો બળાપો ઠાલવ્યો હતો બોલો.. આ છે આપણા નેતાઓ.. એવું ધરમપુરના લોકો કહી રહ્યા છે તેમને ધરમપુરના સ્થાનિક કે લોકોના મુદ્દા નહિ દેખાતા અને મેચ જોવાના અભરખાં વિધાનસભામાં રજુ કર્યા, મેચ જોવાનો આટલો જ રસ હતો તો પોતાના રૂપિયા ખર્ચી ટીકીટ કેમ પહેલાંથી ન લીધી.. બધું મફતમાં જ જોઈએ કે શું ?

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા ચાલતી હતી, ત્યારે ભાજપના એક ધારાસભ્યએ અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વકપની ફાઈનલ મેચની પોતાને ટિકિટ ના મળી હોવાની ફરિયાદ કરી હતી. પોતે ભાજપના ધારાસભ્ય હોવા છતાં ટિકિટ ના મળી હોવાની ગૃહમાં રજૂઆત કરી હતી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, વિધાનસભાની અંદર ગુજરાતની સાડા 6 કરોડની જનતાના પ્રશ્નોને વાચા આપવા માટેની અમને તક આપવામાં આવે છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે ભાજપના ધારાસભ્ય જ પોતાની લાચારી દર્શાવે છે કે, મને ફાઈનલ મેચની ટિકિટ નથી આપવામાં આવી. આ સમયે બીજા બે મંત્રીઓ પણ ઉભા થઈને કહ્યું હતું કે, અમને પણ ટિકિટ નહતી મળી. આમ ભાજપના લાચાર ધારાસભ્યો પોતાની અંગત માંગણી લઇને વિધાનસભા ગૃહમાં માંગણી કરે, ત્યારે અજુગતું લાગે છે.

હકીકતમાં વિધાનસભા ગૃહમાં વલસાડની ધરમપુર બેઠકના ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે વિધાનસભા ગૃહમાં વિશ્વકપની ફાઈનલ મેચની ટિકિટને લઈને રમત-ગમત વિભાગ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને તેમણે જણાવ્યું કે, મારી રજૂઆત અંગત માંગણીઓ માટે નહતી. મે માત્ર રમૂજ માટે રજૂઆત કરી હતી. જો કે આ મામલે જીતુ વાઘાણીએ હકારાત્મક જવાબ આપ્યો છે. આગામી સમયમાં આવા કોઈ કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને ટિકિટ આપવાની ખાતરી આપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here