ખેરગામ: રાજ્યભરના ખેડૂતોના લાભાર્થે મોટા ટ્રેક્ટરની ખરીદી માટે સબસીડીમા વધારો કરવા તેમજ કૃત્રિમ ખાતરોનો બજાર ભાવ ઓછો કરવા અથવા સબસીડી આપવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી છે.

હાલમાં ખેતીવાડી ક્ષેત્રે સબસીડીનું નવા નાણાકીય વર્ષ નું પોર્ટલ ખુલશે,જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ યોજનાઓ આવશે, જેમાં ખેડૂતો માટે મીની ટ્રેક્ટર અને મોટું ટ્રેક્ટરની સબસીડી બંને માટે ₹1,25,000 છે, બંને ટ્રેક્ટરો માટે સબસિડી સરખું રાખવામાં આવ્યું છે. આ બાબતે સામાજિક આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી તેમજ કૃષિસચિવ સમક્ષ કરેલ પોતાની રજૂઆત અંગે મીડિયા સમક્ષ જણાવેલ કે સામાજિક આગેવાન તરીકે સરકાર સમક્ષ રજૂઆતની અપેક્ષાએ આવેલ ખેડૂતોની વિનંતી અનુસાર મીની ટ્રેકટર માટે આ સબસીડી યોગ્ય છે, પરંતુ મોટું ટ્રેક્ટર કે જે નાના ટ્રેક્ટરની સરખામણીમાં ઘણી ઊંચી કિંમતમાં આવે છે તેની સબસીડી પણ ₹1,25,000 છે,તે ખાસ કરીને નાના,છેવાડાના અને આદિવાસી,એસસી ખેડૂતો જેઓની પરિસ્થિતિ હજુ એટલી સારી નથી તેઓને સરકાર તરફથી હજુ વધારે સબસીડી કરી આપવામાં આવે તો યોગ્ય સાધનો વસાવી સારી ખેતી કરી શકાય એવુ પ્રોત્સાહન મળી શકે છે.

ઉપરાંત ખેડૂતોની વિનંતી અનુસાર DAP, સલ્ફેટ, પોટાશ અથવા અન્ય મિક્સ ખાતર કે જેનો ભાવ 1400 થી 1600 રૂપિયા છે તેનો ભાવ ઓછો કરવામાં આવે અથવા તો સરકાર દ્વારા નાના,છેવાડાના તથા આદિવાસી અને એસસી ખેડૂતોને એવા ખાતર માટે સબસિડી આપવામાં આવે તો હાલના મોંઘવારીના જમાના અને કમોસમી વરસાદ સહીત અનેક પરિબળોને કારણે સતત નુકસાનમા ચાલતી ખેતીમા થોડી રાહત અને ભારણ ઓછું રહે તો ખેડૂતો વધુ સારી રીતે ખેતી કરી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here