ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમતી મંજુલાબેન વી. પટેલ પી.ટી.સી. કોલેજ ખાતે આજે આચાર્યશ્રી ડો. ધર્મિષ્ઠાબેન બી. પટેલના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ (National Science Day) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભારતના મહાન વૈજ્ઞાનિક સર સી.વી. રામન દ્વારા કરવામાં આવેલી ‘રામન ઈફેક્ટ’ની શોધની યાદમાં અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડો. ધર્મિષ્ઠાબેન બી. પટેલ તથા ડો. કીર્તિબેન જી. ગરાસિયા દ્વારા તાલીમાર્થીઓને વિજ્ઞાનના મહત્વ અને શિક્ષણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા વિશે ખૂબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના અન્ય સ્ટાફ મિત્રોએ પણ સક્રિયપણે જોડાઈને જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા માટે પહેલ કરનાર આચાર્યશ્રી ડો.ધર્મિષ્ઠાબેન અને ડો.કીર્તિબેનની સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલની પ્રશંશા કરી ભવિષ્યના શિક્ષકો સતત વિજ્ઞાનલક્ષી બને એ માટે શુભકામના પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here