ક્રિકેટ: આ સંજુ સેમસન કોણ છે ? સંજુમાં વિરાટ જેવું પોટેન્શિયલ છે – જો તે માનસિક રીતે મજબૂત રહે અને આવી જ રીતે રમે તો વર્લ્ડ ક્લાસ બેટ્સમેન જે 1 થી 3 ગમે તે પોઝિશનમાં સારું પરફોર્મન્સ આપી શકે એમ છે. સંજુ વિશ્વનાથન સેમસન – કેરળના તિરુવનંતપુરમમાં 1994માં જન્મેલો આ છોકરો ક્રિકેટની દુનિયામાં એક અનોખો તારો છે.

Decision news એ મેળવેલ માહિતી મુજબ સંજુની શરૂઆત થઈ કેરળની અંડર-19 ટીમથી, જ્યાં તેણે તેની વિસ્ફોટક બેટિંગ અને ઝડપી વિકેટકીપિંગથી ધ્યાન ખેંચ્યું. 2013માં IPLમાં તેનું ડેબ્યૂ થયું રાજસ્થાન રોયલ્સ સાથે જ – અને ત્યારથી તે RRનો ‘હોમગ્રાઉન્ડ હીરો’ બની ગયો. તેની કેપ્ટનશીપમાં RR 2022માં IPL ફાઈનલમાં પહોંચી હતી, અને તે IPLમાં 4000થી વધુ રન બનાવી ચૂક્યો છે, જેમાં અનેક સિક્સર્સ અને ચોક્કા છે જે સ્ટેડિયમને ગજવી દે છે! ભારતીય ટીમમાં તેનું ડેબ્યૂ 2015માં થયું, પરંતુ તે સતત સ્થાન મેળવી શક્યો નહીં. ઈશાન કિશન, રિષભ પંત જેવા અન્ય વિકેટકીપર્સ સાથેની સ્પર્ધા અને તેના અસતત પર્ફોર્મન્સને કારણે તે અંદર-બહાર થતો રહ્યો છે. પરંતુ જ્યારે તે ફોર્મમાં હોય છે, તો તેની બેટિંગ એકદમ વિરાટ કોહલી જેવી– ક્લાસ અને પાવરનું મિશ્રણ ! તેનો સ્ટ્રાઈક રેટ 140થી વધુ છે, અને તે એવો ખેલાડી છે જે એકવાર સેટ થઈ જાય તો મેચને એકલા હાથે જીતાડી શકે છે.

તેની ઈમાનદારી ? તે ક્યારેય બહાના નથી કરતો – હાર પછી પણ તે પોતાની ભૂલો સ્વીકારે છે અને વધુ મહેનત કરે છે. તેના ફેન્સ તેને ‘સંજુ બાબા’ કહીને પૂજે છે, પરંતુ ટ્રોલર્સ તેને ‘PR પ્લેયર’ કહીને મજાક ઉડાવે છે. સંજુની બેટિંગમાં ‘હિટ OR મિસ’ છે. એક મેચમાં સેન્ચુરી, બીજીમાં ડક ! આને કારણે સિલેક્ટર્સ તેને સતત તક આપતા નથી એમ ક્રિકેટ પંડિતો માને છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here