ખેરગામ: રૂમલાના સામાજિક આગેવાન વિજય કટારકર દ્વારા આછવણી હટી ફળીયામા રહેતા રાહુલ ચૌધરી અને એના પરિવારજનો જેઓ ઘણા વર્ષોથી પોતાની ખેતીલાયક 73AA જગ્યામાં 16 જેટલી દુકાનો,ઈંટના ભઠ્ઠા અને સાબુની ફેક્ટરી ચલાવતા હોવાની ફરિયાદ નવસારી જિલ્લા કલેકટરને કરી છે.આ બાબતની પ્રારંભિક તપાસ ખેરગામ મામલતદારને કરતા તેઓએ સ્થળ ચકાસણીમા આ તમામ દુકાનો,ઇંટના ભઠ્ઠાઓ,સાબુની ફેક્ટરી તમામ ખેતીલાયક 73AA જગ્યામાં ગેરકાયદેસર તાણી બાંધેલ હોવાનો વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલાને અભિપ્રાય આપી યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા ભલામણ કરેલ હતી પરંતુ આજદિનસુધી યોગ્ય કાર્યવાહી નહીં થતા અરજદાર દ્વારા નવસારી જિલ્લા કલેકટરને ફરિયાદ કરી તપાસ અધિકારી કમ વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલાની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવી નિષ્પક્ષ તપાસ અધિકારી નિમણુંક કરવાની માંગ કરેલ હતી.
આ બાબતે વિજય કટારકરે જણાવેલ કે ગતવર્ષે મે મહિના અને જુલાઈ મહિનાઓમાં કરેલ ફરિયાદ પર ખેરગામ મામલતદારસાહેબ દ્વારા સ્પષ્ટ અભિપ્રાય આપવા છતાં વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલાસાહેબ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અને સુનવણી માટે અગાઉથી જાણ કરવાની અમારી વારંવાર વિનંતીઓને નજરઅંદાજ કરી સુનવણીના આગલા દિવસે છેક સાંજે જ જાણ કરવામાં આવે છે અને અમારી લેખિત અરજીઓ પણ સ્વીકારવાની ના પાડવામાં આવે છે.હાલમાં જ આછવણીમા ગેરકાયદેસર રીતે ઇંટનો ભઠ્ઠો લાંબા સમયસુધી ચલાવનાર ડો.અમિત પટેલ નામના ઈસમને વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલાસાહેબ દ્વારા ક્લીનચિટ આપવામાં આવતા આછવણી ગ્રામપંચાયત જે સરપંચ અને તલાટીની મીલીભગતથી ગેરકાયદેસર ધંધાઓનું આશ્રયસ્થાન છે તેવા લોકોને ખુલ્લું પ્રોત્સાહન મળ્યું છે. પોતાની 73AA ખેતીલાયક જમીનમા ગેરકાયદેસર રીતે ધંધાઓ કરાવનાર રાહુલ ચૌધરી અને એનો પરિવાર આર્થિક રીતે સદ્ધર અને રાજકીય રીતે વગદાર હોવાથી અમારા માથે મંત્રીનો હાથ છે અને પ્રાંતસાહેબ અમારા સંબંધી છે એટલે વિજય જેવા 16-17 ફરિયાદીઓ હજુપણ ફરિયાદ કરે તો પણ અમારું કોઈ કઈ તોડી નથી લેવાની એવી આસપાસના વિસ્તારના લોકો સમક્ષ હવાબાજી કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ પણ વિજય કટારકરે કર્યો છે.
આથી વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલાને સ્થાને અન્ય નિષ્પક્ષ ઉચ્ચ તપાસ અધિકારીને સોંપવાની માંગ કરતા વિજય કટારકરે એ પણ ઉમેર્યું છે કે હાલમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સાહેબ અને કલેકટર ક્ષિપ્રાબેન અગ્રે મેડમ બંને ગેરકાયદેસર દબાણો પ્રત્યે ભારે કડક વલણ ધરાવતા હોવાથી અમારી ફરિયાદ પ્રત્યે ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરશે એવી અમને અપેક્ષા છે.











