વાંસદા: નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના મહુવાસની શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર હવસખોર દિશાંત કમલેશ ઠાકોર વિરુદ્ધ આદિવાસી સમુદાયની સગીર વિદ્યાર્થિનીને છેડતી કરવા અને અયોગ્ય માંગણી કરવાના ગંભીર આરોપમાં પોક્સો એક્ટ તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. વાંસદા પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી હતી, જેથી કોર્ટે આરોપીને 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. વાંસદા શહેરમાં આદિવાસી સમાજના યુવાનો અને મહિલાઓએ વિરોધ રેલી કાઢીને વાંસદા પોલીસ સ્ટેશન સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ન્યાયની માંગ કરી હતી. આ બાબતને લઈને વલસાડ ડાંગના યુવા અને એગ્રેસીવ સાંસદ ધવલ ભાઈ પટેલ દ્વારા પણ હવસખોર દિશાંત કમલેશ ઠાકોર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું નિવેદન આપવામાં આવ્યું છે અને નવસારી પોલીસને અપીલ પણ કરાઈ છે.
આદિવાસી સમાજના આગેવાનો કહે છે કે, ગુજરાતભરમાં મહિલા અને સગીરો સાથે છેડતી-દુષ્કર્મ કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે. તો પછી આ વાંસદાના વાસનાખોર ડિરેક્ટરને કેમ વરઘોડો કાઢવામાં આવતો નથી ? શું આ આરોપી વાંસદા પોલીસનો સગો છે ?” સમાજે વાંસદા પોલીસને ચેતવણી આપી છે કે જો તેઓ આરોપીને જાહેરમાં અપમાનિત કરશે તો આદિવાસી સમાજ તેમની પ્રશંસા કરશે અને સહકાર આપશે.
આદિવાસી સમાજ વાસનાખોર દિશાંત કમલેશ ઠાકોર પર થયેલ આ કાર્યવાહીને પૂરતી માનતો નથી અને જાહેર સરઘસની માંગ સાથે રાહ જોઈ રહ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ વ્યાપેલો છે. Decision News સાથે વાત કરતાં લોકો કહે છે કે કેટલાંક સત્તાપક્ષના ભાજપ-કોંગ્રેસના આગેવાનોના આ હવસખોર દિશાંત કમલેશ ઠાકોર સાથે સારા સંબધો છે અને તેમના ફોટોગ્રાફ્સ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ (પુરાવા તરીકે) છે, એટલે ક્યાંક પોલીસ અચકાઈ રહી છે, હવસખોર દિશાંતના પિતા કમલેશ ઠાકોર ના પણ સત્તાના નેતાઓ સાથે ઉપર સુધીની બેઠકો હોવાની ચર્ચા વાંસદામાં હાલ ચાલી રહી છે ત્યારે શું વાંસદાની પોલીસ સિંઘમ બની આ હવસખોર દિશાંતનો વરઘોડો કાઢી શકશે ખરી ?
નોંધ: હવસખોર દિશાંત ઠાકોર અને પિતા કમલેશ ઠાકોર સત્તાપક્ષના નેતાઓ સાથે બેઠકો છે એમ વાંસદામાં લોકચર્ચા થઇ રહી છે તો આવો મળીને એવા નેતાના ફોટોગ્રાફ્સ વાયરલ કરીએ, ખુલ્લા પાડીએ.. આદિવાસી સમાજ











