વાંસદા: ગત દિવસોમાં સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં આદિવાસી દીકરી સાથે જે અપકૃત્ય આચરવામાં આવી તે ખુબ જ ગંભીર બાબત છે. સમસ્ત આદિવાસી સમાજ આ બાબતે આક્રોશ ઠાલવે છે. આ બાબતે ખુબ ઊંડી તપાસ કરવામાં આવે જેથી ઘણા મોટા રહસ્ય નીકળી શકે તેમ છે. આ માટે આદિવાસી સમાજના અગ્રણી એવા ગમજુભાઈ ચૌધરી અને નિલેશભાઈ ગાવિત તેમજ સમાજના અન્ય આગેવાનો દ્વારા ઊંડી તપાસની કરવામાં આવે જેથી આવનાર દિવસોમાં અમારી અન્ય દીકરી આનો ભોગ ના બંને તે માટે યોગ્ય પગલાંની માંગ ઉઠી છે.

એક વિધાર્થી નહી પણ દરેક વિધાર્થીની તપાસ કરવામાં આવે અને દરેક ત્યાં ના પુરુષ સ્ટાફ સાથે ના નિષ્પક્ષ તપાસ કરવામાં આવે એડમિશન માત્ર વિધાર્થીની ઓને આપતા અને સારી દેખાતી છોકરી ઓને પહેલા એડમિશન આપતા નોકરી પર સારી દેખાવ વાડી સ્ટાફને નોકરી પહેલા આપતા કમલેશ ઠાકોર અને દિશાંત ઈન્ટરવ્યુંમાં બેસતા જે નર્સિંગનું નોલેજ નહી પણ દેખાવ પર પસંદી આપતા ભૂતપૂર્વ વિધાર્થીઓની તપાસ માટે પણ આદિવાસી સમાજ તપાસ પણ થશે એવું કહેવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીની ઘટનાની વાત કરીએ તો.. વાંસદા તાલુકાના મહુવાસ ગામે આવેલી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સ્કૂલ અને નર્સિંગ કૉલેજના વાંસદાના રાણી ફળિયાની શિવમ સોસાયટીમાં રહેતા વાસનાખોર, સેક્સ ભૂખ્યો દિશાંત કમલેશસિંહ મોહનસિંહ ઠાકોરે ડિરેક્ટરે સગીરા સાથે અશ્લીલ હરકતો કરી લાજ લેવાનો પ્રયાસ કરતા ફરી શિક્ષણ જગત શર્મશાર થયુ હતુ. દિશાંત કમલેશ ઠાકોર ડિરેકટર સામે પોકસો તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધાતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આદિવાસી દીકરીઓને ન્યાય આપવા માટે ક્યાં નેતા મેદાને આવશે એની નોંધ આદિવાસી સમાજ લેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here