વાંસદા: આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રેહતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની રજુવાતોને પગલે વાંસદા તાલુકાના નવી વિજ્ઞાન પ્રવાહના કોલેજની મંજુરી મળતાં વિદ્યાર્થી જગતમાં ખુશીની લહેર પ્રસરી છે.

અનંત પટેલ જણાવે છે કે કેટલાય સમયથી વાંસદા અને આસપાસના વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહના કોલેજ ન હોવાથી વિધાર્થીઓએ નજીકના શહેરોમાં અથવા તો મોટા શહેરોમાં અભ્યાસ કરવા ફરજિયાત સ્થળાંતર કરવું પડતું હોય છે. જેની ફરિયાદ મને કાયમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી તેને લઈને મેં ઘણી રજૂઆતો કરી હતી ત્યારે ગતરોજ ગુજરાત સરકારે 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની અને 8 કોલેજોમાં અન્ય પ્રવાહ ચાલુ કરવાની જાહેરાત કરી છે તેને લઈને આદિવાસી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે.

તેમણે વધુ કહ્યું કે વાંસદામાં ચાલતી કોલેજમાં સાયન્સ અને બનાસકાંઠામાં પણ આર્ટસ અને કોમર્સ પ્રવાહ શરૂ કરવામાં આવશે. આ સિવાય બિન આદિજાતિ વિસ્તારમાં તમામ નવી કોલેજમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સની કોલેજ શરૂ કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here