વાંસદા: આજરોજ વાંસદાની પાવન ધરા પર આજે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો તેમજ હજારોની સંખ્યામાં જનમેદનીએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, પરંપરા અને ગૌરવ અંગે પ્રેરણાદાયક સંવાદ યોજાયો.

કાર્યક્રમમાં ડાંગી અને ઘેરૈયા જેવા પરંપરાગત લોકનૃત્યોની રમઝટે સમગ્ર વાતાવરણને સંસ્કૃતિમય બનાવી દીધું, જ્યારે રોકી સ્ટાર બેન્ડના સંગીતે સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપસ્થિત મહેમાનો અને જનતાએ પરંપરાગત આદિવાસી ભોજનનો પણ લ્હાવો લીધો. આદિવાસી સમાજની વિરાસત, એકતા અને ગૌરવને ઉજાગર કરતો આ કાર્યક્રમ યાદગાર રહ્યો.

Decision News ની કાર્યક્રમની લીધેલ મુલાકાત મુજબ કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, મંત્રી જયરામભાઈ ગામિત, દંડક અને સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, આદિવાસી મોરચો અધ્યક્ષ અને વરિષ્ઠ આદિવાસી નેતા ગણપત વસાવા, ગુજરાત ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, મોહનભાઈ ધોડિયા, મોહનભાઈ કોંકણી, રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ તથા કિશોરભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાંથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર યુવાનોને “આદિવાસી રત્ન એવોર્ડ” આપી સન્માનિત કરવામાં આવ્યા, જે સમાજ માટે ગૌરવની બાબત છે અને યુવા પેઢીને પ્રેરણા આપનાર છે. આ ભવ્ય આયોજન માટે આયોજકો તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here