વલસાડ: ગરીબ આદિવાસી બાળકો મજબૂરી વશ થઇ દૂધડેરીના મકાનમાં પોતાના જીવનનો પહેલાં કક્કા ચીતરી રહ્યા છે કેમ કે વલસાડના તીઘરા ઉગમણા ફળીયાની આંગણવાડી 4 વર્ષથી તંત્રની બેદરકારીથી ખંડેર હાલતમા છે જેની તંત્રે નોંધ લીધી નથી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે તીઘરા ગામના ઉગમણા ફળિયામાં આવેલ આંગણવાડીનું કામ કોન્ટ્રાકટરે અધૂરું છોડી દેતા છેલ્લા 4 વર્ષથી ગરીબ બાળકો મજબૂરીવશ દૂધ ડેરીમાં બેસીને ભણી રહ્યા છે.આ બાબતે તીઘરાના આગેવાન મુકેશ પટેલે તંત્ર સામે એકબાજુ વિકાસની વાતો કરીને દેશના ભવિષ્ય એવા બાળકોનું ભવિષ્ય ધુંધળું બનાવી રહ્યું હોવાનો આક્ષેપ મુક્યો છે.

આ બાબતે મીડિયા સાથેની વાતચિત્તમા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારી આંકડા અનુસાર છેલ્લા 5 વર્ષમાં 18 હજાર કરતા વધુ શાળાઓને તાળા વાગી ચુક્યા છે અને સરકાર દ્વવારા જીડીપીના કમસેકમ 5% જેટલી રકમ બજેટમા ફળવાવી જોઈએ તેના બદલે 2% ની આસપાસ બજેટ વાપરી રહી છે જે ખુબ જ ચિંતાજનક બાબત છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ આંગણવાડી વધુ ખંડેર બને એ પહેલા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી બાળકોનું ભણતર અને ભવિષ્ય સુધારી લેવું જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here