વાંસદા: મુસ્લિમ સમાજના વાંસદા વિધાસભાના મતવિસ્તારમાં રેહતા 1980 જેટલા મતદારોના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતગર્ત સમાજના મતદારોના નામ કમી કરવા માટે આપેલી વાંધા અરજીઓ સામે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતા પણ તેમને નજર અંદાજ કરતાં અંદાજીત 700 મુસ્લિમ સમાજના મતદારોએ વાંસદા પોલીસના પગથીએ મતદારોના નામ કમી કરવા વાંધા અરજી આપી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ 1980 મતદારોમાં 1600 મુસ્લિમ સમાજના અને 380 અન્ય સમાજના મતદારોમાં વાંસદાના 697 મતદારો જેના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ કમી કરવા અપાયેલી વાંધા અરજીના કારણે મુસ્લિમ સમાજના ઘણાં લોકો મતદાન કરવાથી વંચિત રહે છે. જેને મતદાન કરવાનો અધિકાર રહેતો નથી તો પછી સરકાર દ્વારા નિમાયેલા BLO જુના નામ પ્રમાણે આ તમામ મતદારોના ફોર્મ સાથે પુરાવા લઈ સરકારમાં સબમિટ કર્યા છે ત્યારબાદ આ મતદાર યાદીમાં નામ નહી આવતા સમાજના આગેવાનો સાથે કચેરીનો સંપર્ક કરી પૂછતાછ કરી ત્યારે અધિકારીઓ કંઇ જ કહેવા તૈયાર નહીં થતા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયા હતા પણ નજર અંદાજ કરતા આ તમામ મતદારોએ વાંસદા પોલીસ પગથીએ પોહચી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
પોલીસ વિભાગ પર ભરોસો છે
નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ કહ્યું કે નવસારી જિલ્લા મુસ્લિમ સમાજ આજે નવસારી કલેક્ટરને આવેદનપત્ર અપાશે. વાંધા અરજી આપનાર વ્યક્તિ કોણ છે ? કાયદા વિરુદ્ધ કામ કરી ખોટા ફરિયાદી જેમના નામે રાજકારણ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ પોલીસ મથકે FIR કરીશું અને કોર્ટમાં લઈ જઇશું.











