કપરાડા: હાલમાં વલસાડમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો શુભારંભ કપરાડા વિસ્તારમાં થયો ત્યારે લોકો એવી ચર્ચા કરી રહ્યા હતા કે સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના પ્રભાવશાળી નેતા અને 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કપરાડા બેઠક પરથી ઉમેદવાર રહી ચૂકેલા જયેન્દ્ર ગાંવિત જો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ તો એક મોટી રાજકીય ઉથલપાથલ સર્જાય શકે.

લોકો કહે છે કે કપરાડા (ST) વિધાનસભા ક્ષેત્રના જાણીતા નેતા જયેન્દ્ર ગાંવિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજ તળે જોડાય તો..કપરાડા અને આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં વિકાસની અપેક્ષાઓ પૂરી થઈ શકે. આપ પાર્ટીમાં રહીને જયેન્દ્રભાઈ ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ફળ મળ્યું નથી, અમને લાગે છે કે જો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય તો અનંત પટેલ સાથે મળીને અહીંના લોકોની સેવા અને આદિવાસી સમાજના હક્કો માટે પૂરી શક્તિથી કામ થઇ શકે એમ છે. અને વધુમાં ભાજપ સામે એક મજબૂત અવાજ અમારા વિસ્તારમાં મળી જાય અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભાજપને પક્ષને ટક્કર મળે એમાં શંકાને સ્થાન નથી.

Decision News સાથે વાત કરતા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2022 ની ચૂંટણીમાં જયેન્દ્ર ગાંવિતે આપના ઉમેદવાર તરીકે લગભગ 53,000 મત મેળવીને બીજા ક્રમે રહ્યા હતા, જેણે ભાજપ અને કોંગ્રેસ બંનેને એકબીજા સામે મુશ્કેલી ઊભી કરી હતી. તેમના કોંગ્રેસમાં જોડાવાથી કપરાડા બેઠક પર આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત દાવેદાર મળી જાય..કેમ કે ખાસ કરીને આદિવાસી મતદારોમાં તેમનો પહેલેથી જ સારું વચસ્વ છે.

જો આમ બને તો આપ પાર્ટી માટે આ એક મોટો ફટકો સાબિત થાય.., આમ પણ જયેન્દ્ર ગાંવિતને આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લાના પ્રમુખ માંથી તેમને હટાવી દેવામાં આવ્યા છે, તેમની કામગીરીને નજર અંદાજ કરી તેમને નખ વગરના વાઘ બનાવી દીધા છે જે પંજો મારે તો પણ સામા પક્ષે કોઈને ઘાયલ કરી શકે એમ નથી, તેમણે કપરાડાના આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પણ તે આમ આદમી પાર્ટી ભૂલી ગઈ છે, જેનાથી લોકો નારાજ છે, કોંગ્રેસ આગેવાનોએ આ બાબતે વિચારણા કરી  કપરાડા-વલસાડ વિસ્તારમાં કોંગ્રેસની વોટ બેંક મજબૂત કરવા અને ભાજપને ટક્કર આપવામાં જયેન્દ્રરૂપી હથિયારથી ભાજપ પર પ્રહાર કરી શકાય. જો આમ થાય તો કપરાડાના રાજકારણમાં ભૂચાલ આવી જાય.. અને આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ મજબૂત બની શકે છે.

(નોંધ: આ સમાચાર લોકોના મત પર આધારિત છે, લોકોના સવાલમાં “જો… તો”ના આધારે બનાવવામાં આવ્યા છે.)