માંડવી: આજરોજ માંડવી તાલુકાના કરૂઠા ગામમાં દાતાશ્રીઓના સહયોગથી આનંદ વન કુમાર કન્યા છાત્રાલયના નવા મકાનનું ભૂમિ પૂજન હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પિંકેશભાઈ પટેલ (નગોડ), ટ્રસ્ટી મંડળના સભ્યો, ગામના વડીલો, બાળકો ઉપસ્થિતિ રહ્યા હતા.
ગ્રામ શિલ્પી અશોક ચૌધરીએ સુત્રોના કહ્યા મુજબ જણાવ્યું હતું કે, “આ છાત્રાલય આદિવાસી વિસ્તારની બહેનોને શિક્ષણ અને સુરક્ષિત રહેઠાણ પૂરું પાડવા માટે ખૂબ જ મહત્વનું છે. નવા મકાનનું નિર્માણ થતાં વધુ બાળકીઓને લાભ મળશે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આપ સૌના આશીર્વાદથી આ પ્રોજેક્ટ આગળ વધશે.” આ કાર્યક્રમમાં ભૂમિ પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ સૌએ સંસ્થાના ઉદ્દેશ્યો અને આદિવાસી બાળકીઓના શિક્ષણ માટેના પ્રયાસો વિશે ચર્ચા કરી. કરૂઠા આશ્રમ હેઠળ ચાલતું આ છાત્રાલય છેલ્લા વર્ષોથી આ વિસ્તારમાં શિક્ષણ અને સામાજિક વિકાસ માટે સક્રિય છે,
આ ભૂમિ પૂજન આદિવાસી સમાજની બાળકીઓ માટે એક મહત્વનું પગલું છે, જે તેમને ઉચ્ચ શિક્ષણ અને સ્વાવલંબન તરફ લઈ જશે. સંસ્થા તમામ દાતા અને સમાજના સહયોગની અપેક્ષા રાખે છે જેથી આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થઈ શકે. આનંદ વન કુમાર કન્યા છાત્રાલયને સૌના આશીર્વાદ અને સહકારની આશા છે !











