નવસારી: ઘરકંકાસમાં માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના જલાલપોરના એથાણ ગામમાંથી પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.
Decision News ને પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે થાણ ગામના હળપતિવાસમાં રહેતા સુખા હળપતિ અને તેની પત્ની મનીષા વચ્ચે શનિવારે બપોરે અંદાજે 1:00 વાગ્યાના સુમારે જમવા બાબતે ઝઘડો થયો હતો તે ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને થોડી જ વારમાં સુખા ફરી આવેશમાં આવી તેણે ઘરમાં રહેલી કુહાડી વડે પત્ની મનીષા પર જીવલેણ હુમલો કરી દીધો, કુહાડીના ગંભીર ઘા વાગવાને કારણે લોહીલુહાણ હાલતમાં મનીષાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ જલાલપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મનીષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જલાલપોર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.











