ઉનાઈ: યાત્રાધામ ઉનાઈ પરંપરાગત રીતે યોજાતા માતાજીના મેળાને નિશાન બનાવી, રાજકીય અદાવત રાખી મેળામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર તત્વોને મોઢાની ખાવી પડી છે. ઉનાઈના મિલન કુમાર ભંડારી નામના વ્યક્તિ દ્વારા અંગત સ્વાર્થ અને રાજકીય દ્વેષ રાખી વહીવટી તંત્રને રાઈડ્સ બાબતે ખોટી અને પાયાવિહોણી માહિતી આપી ભ્રમિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ખોટી ફરિયાદનો પર્દાફાશ

​ફરિયાદીએ એવો દાવો કર્યો હતો કે તારીખ 13/01/2026 થી 20/01/2026 દરમિયાન યોજાયેલા આ મેળામાં રાઈડ્સનું ફિટિંગ ઉતાવળમાં કરવામાં આવ્યું છે, જે જોખમી છે. આ પાયાવિહોણી રજૂઆતને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ટૂંકા સમય માટે ચકડોળ બંધ કરાવવામાં આવી હતી.

​જોકે, સ્થાનિક ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ અને સરપંચ શ્રી મનિષભાઈ એ તાત્કાલિક દખલગીરી કરી અધિકારીઓને વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મેળાનું આયોજન તમામ સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું છે.

તંત્રએ આપી મંજૂરી, વિઘ્નસંતોષીઓ થયા બેનકાબ

​વહીવટી તંત્ર દ્વારા ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ અને ચકાસણી કર્યા બાદ રાઈડ્સ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાયું હતું. પરિણામે, તંત્રએ તમામ રાઈડ્સને સત્તાવાર રીતે ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે. મંજૂરી મળતાની સાથે જ મેળાની રોનક પરત ફરી છે અને શ્રદ્ધાળુઓ તેમજ સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ​”રાજકીય રોટલા શેકવા માટે જાહેર ઉત્સવોમાં વિઘ્ન નાખનારા તત્વોએ સમજવું જોઈએ કે સત્યનો હંમેશા વિજય થાય છે. ખોટી ફરિયાદો કરીને જનતાના આનંદમાં ભંગ પાડનારા લોકોની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું છે.”

​મેળાના આયોજકો અને સ્થાનિક આગેવાનોએ જણાવ્યું છે કે, જે લોકો અંગત અદાવત રાખીને તંત્રને ખોટી માહિતી આપી ગુમરાહ કરે છે અને મેળાની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે, તેમના આવા કૃત્યોને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. ખોટી ફરિયાદો કરનારાઓએ આવી હલકી રાજનીતિથી દૂર રહેવું જોઈએ. ​હાલમાં ઉનાઈનો મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે અને લોકો નિર્ભય બની મેળાની મજા માણી રહ્યા છે.

નોંધ. ફરિયાદ સોશ્યલ મીડિયામાં વાયરલ આધારિત છે DECISION NEWS આની પુષ્ટિ કરતું નથી. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here