વલસાડ: દક્ષિણ ગુજરાતની પવિત્ર ધરતી પર સુરતથી વલસાડ સુધી શિયાળાના ચૈત્ર માસ દરમિયાન માણી શકાતું ‘ઉબાડિયું’ હવે આદિવાસી લોકોનું લોકપ્રિય બન્યું છે. આ માત્ર એક સ્વાદિષ્ટ વાનગી નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિઓ અને વરાળથી પકવેલા શાકભાજીનું અદભૂત મિશ્રણ છે.
બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ:
ઉબાડિયું બનાવવામાં માટીના માટલા અને ‘કલાર’ (B.N.: Blumea lacera) નામના વનસ્પતિનો ઉપયોગ થાય છે. આ વનસ્પતિ દક્ષિણ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં ઉગે છે, જે એરોમેટિક (સુગંધિત) તેલ અને ઔષધિય તત્વો ધરાવે છે. માટલાને ઊંધું દાટીને જમીનની ગરમી અને વરાળથી શાકભાજીને પકવવામાં આવે છે.
મુખ્ય સામગ્રી
શાકભાજી: રતાળુ કંદ, શક્કરિયા, બટેટા અને તાજી સુરતી પાપડી અથવા વાલ પાપડી, આખું સુકાયેલા લસણ.
મસાલા: લીલા મરચા અને લસણની તીખી ચટણીનો ભરપૂર ઉપયોગ.
કુદરતી તત્વ: કલારનાં પાન, જેનો અર્ક વરાળ દ્વારા શાકભાજીમાં ભળે છે.
ઉબાડિયું ખાવાના આયુર્વેદિક ફાયદા:
સુગંધિત તેલના ગુણો: Blumea lacera (કલાર) માં રહેલું કુદરતી તેલ શ્વસનતંત્ર અને પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે.
પાચનમાં સરળતા: વરાળથી પકવેલું (Steam Cooked) હોવાથી તે ભારે હોવા છતાં જઠરાગ્નિને નુકસાન કરતું નથી અને સરળતાથી પચી જાય છે.
રોગપ્રતિકારક શક્તિ: લસણ, લીલા મરચા અને જમીનમાંથી મળતા કંદમૂળ શિયાળામાં શરીરની ગરમી જાળવી રાખે છે અને ઇમ્યુનિટી વધારે છે.
કુદરતી શુદ્ધતા: માટીના વાસણમાં અને કુદરતી પાંદડાના આવરણમાં બનતું હોવાથી તેમાં કેમિકલ કે તેલની જરૂર પડતી નથી, જે તેને અત્યંત પૌષ્ટિક બનાવે છે.
BY: અરુણ ચૌધરી











