ખેરગામ: ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા આવનાર તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમા નવસારી જિલ્લાના PESA અંતર્ગત આવનાર આદિવાસી વિસ્તારોમાં સીટો અયોગ્ય રીતે ફાળવીને અન્યાય કરવા સામે ડો.નિરવ ભુલાભાઇ પટેલે વાંધા અરજી રજુ કરી હતી.
ખેરગામના યુવા લીડર અને જાણીતા સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા આ વર્ષે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અનામત સીટોની ફાળવણીમા આદિવાસી અને ઓબીસી સમાજને થયેલા અન્યાય બાબતે લોકોમાં પ્રવર્તી રહેલ આક્રોશ બાબતે આયોગ સમક્ષ વાંધા અરજી રજુ કરીને ફરીથી સીટોની ફાળવણી ગ્રાઉન્ડ લેવલની હકીકત અને વસ્તીને આધારે યોગ્ય રીતે કરવા માંગ કરી છે.આ બાબતે રાજય ચૂંટણી આયોગને લખેલા પત્ર બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે દ્વારા મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે અમે સંદર્ભ 1)PESA 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ સુધારો 1998. સંદર્ભ 2)રાજ્ય ચૂંટણી આયોગનો 07/01/2026 નો ઠરાવ ક્રમાંક:રાચઆ-ચટણ-સમક-નવસારી-જિ.પં-યુનિટ-4-012026 ના આધારે આવનાર તાલુકા-જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમા નવસારી જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતોની સીટોમા અનામતની વહેંચણી એકદમ મનસ્વી અને અણધડ રીતે આદિવાસી અને ઓબીસી સમાજને ભારે અન્યાય થાય એ રીતે કરવામાં આવેલ છે.
ભારતીય બંધારણની અનુસૂચિ 5 અને ગુજરાત રાજ્ય સરકારના PESA અંતર્ગત આવતા નવસારી જિલ્લાના ખેરગામ, ચીખલી, વાંસદા તાલુકા જેવા આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા તાલુકાઓમાં જ્યાં આદિવાસીઓની વસ્તી 80% કરતા વધારે છે તેવા વિસ્તારોમાં આદિવાસી સીટોની ફાળવણી અન્યમા કરવામાં આવેલ છે જયારે જ્યાં આદિવાસીઓની વસ્તી ઓછી છે અને ઓબીસી સમાજની વસ્તી વધારે છે તેવા વિસ્તારોમાં આદિવાસી આરક્ષિત સીટોની ફાળવણી કરવામાં આવેલ છે.
અનુસૂચિ 5 વિસ્તારોમાં આવેલી તમામ સીટો PESA 1996 મુજબ અનામત કક્ષામાં આવે અને તેમાં રોટેશન કરવાના થાય તો તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળે તે રીતે ગોઠવવાની હોય છે.અને સરપંચ,તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની સીટો ફક્ત અનુસૂચિત જનજાતિ/આદિવાસી સમાજ માટે આરક્ષિત રાખવાની જોગવાઇ કરેલ છે તેમ છતાં નવસારી જિલ્લાના અનુસૂચિ 5 વિસ્તારની પંચાયત બેઠકો પર રોટેશનના નામ પર ઉદાહરણ તરીકે આછવણી, બારતાડ, રૂમલા, વાંદરવેલા, વાંગણ, માંડવખડક, ખાટાઆંબા જેવી આદિવાસી બેઠકો બિનઆદિવાસી કરી દીધી હોવાની બાબત ધ્યાનમાં આવેલ છે.
તાલુકા કક્ષાની વાત કર્યે તો ફક્ત એક તાલુકાનું ઉદાહરણ આપું તો નાધઈ બેઠક એસસી અનામત કરી દીધી જયા આદિવાસીઓની વસ્તી 90% કરતા વધારે છે.અને ખેરગામ-3 બેઠકમાં પણ 70-75% વસ્તી આદિવાસીઓની છે. PESA નું ઉલ્લંઘન કરી રાજય ચૂંટણી આયોગ દ્વારા આદિવાસી સમાજને અન્યાય કરવામા આવ્યો છે અને આદિવાસી સીટો બિનઆદિવાસી વિસ્તારની સીટો સામે અદલાબદલી કરી દેવામાં આવતા આદિવાસી તથા બિનઆદિવાસી સમાજને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી અને સાચું પ્રતિનિધિત્વ ન મળવાથી સમાજને યોગ્ય ન્યાય મળતો નથી અને ભારતીય બંધારણનું સમાજોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની મૂળ ભાવનાનો હેતુ જળવાતો નથી.તેથી અમારે આ રજૂઆત કરવાની જરૂર પડી છે. વધુમા બંધારણની જોગવાઈ મુજબ 1996 નો PESA અમલમાં આવતા અનુસૂચિ પાંચ વિસ્તારોમાં પંચાયતધારો 1993 લાગુ પડતો નથી અને આ વિસ્તારોમાં ફક્ત PESA 1996 ની જોગવાઈઓ તથા પંચાયત ધારાના 1998 ના સુધારા લાગુ પડે છે, અને સરકાર શ્રી એ 2017 થી PESA લાગુ કર્યાની પુસ્તિકા પ્રસિધ્ધ કરેલ છે અને વખતોવખત સરકારશ્રી દ્વારા આની અમલવારીની જાહેરાત કરવામાં આવતી રહેતી હોય છે છતાં તેની અમલવારી થતી નથી તેથી તાજેતરમાં સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ચુંટણીના notification મા આ બાબતો ધ્યાનમાં લઇ યોગ્ય ખરાઈ કરી, જરૂરી સુધારો કરવામા આવે તેવી અમારી માંગ છે અને અનુસૂચિ 5 વિસ્તારોમા આવતી આદિવાસી/અનુસૂચિત જનજાતિની સીટો રોટેશનના નામ પર અન્યોને નહી ફળવાય તે જોવા ખાસ વિનંતી છે.જયાં ઓબીસી સમાજની વસ્તી વધારે છે એવા વિસ્તારોમાં અન્ય સીટો ફાળવી દીધી છે જેનાથી ઓબીસી સમાજમાં પણ ખુબ જ નારાજગી પ્રવર્તી રહી છે.











