ગુંદલાવ: ગતરોજ ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોશા કંપનીના કામદારોએ પોતાની માંગણીઓને લઈને હડતાળ પર બેઠા છે ત્યારે હવે આ હડતાલમાં લોકલડત મસીહા એવા વાંસદા-ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ કામદારોના સમર્થનમાં આવ્યા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ધારાસભ્ય અનંત પટેલ કામદારો સાથે હડતાળમાં જોડાતા કામદારોમાં નવો જુસ્સો જોવા મળી રહ્યો છે અને આના લીધે વલસાડનું લેબર ડિપાર્ટમેન્ટ સક્રિય થયું છે અને વલસાડ વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ગઇકાલે લેબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તાત્કાલિક ડેમોશા કંપની બહાર હડતાળ પ્રદર્શનમાં જોવા મળ્યા હતા. તેઓએ કામદારો અને ધારાસભ્ય અનંત પટેલ સાથે વાતો પણ કરી હતી.
અનંત પટેલે જણાવ્યું કે લોકોની માંગ વ્યાજબી છે અને જો કંપની તેમની માંગો પૂરી નહિ કરે તો અમે જનાંદોલન તરફ આગળ વધીશું. આ આદિવાસી વિસ્તાર છે અને અહી કંપનીનું નહિ લોકોનું રાજ ચાલશે એ કંપની અને વહીવટીતંત્ર શાનમાં સમજી જાય તો સારું !











