નવસારી: ગાય ન કાપી આપવાની સજા મોત.. નવસારી જિલ્લાનાં ડાભેલ ગામ કસાઈઓ માટે પહેલાથી જ કુખ્યાત છે. અહીંયા કેટલાક કસાઈઓએ એક હળપતિ યુવાનને દબાણ કર્યું કે આવ અને ગાય કાપી આપ. યુવાને આ વાતની સતત ના પાડી. ના, પાડતા હળપતિ યુવાનને જિહાદી નરાધમોએ ઘેરીને કુહાડીથી હુમલો કર્યો અને ખુબ માર માર્યો. બે દિવસ પહેલા તેંમને નવસારી સિવિલમાં ભરતી કરવામાં આવ્યા અને ગઈ કાલે તેમનું દુઃખદ મૃત્યુ થઇ ગયું.

આ આખી ઘટના સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકો સામે લાવી. એક આદિવાસીની આવી રીતે હત્યાની જાણ યુવા સાંસદ ધવલ પટેલને થતા તેઓ પરિવાર પાસે પહોંચ્યા અને યુવાનની અંતિમ યાત્રામાં પણ સામેલ થયા અને પરિવારને ન્યાય અપાવવા માટે બાંહેધરી આપી. આખા કેસમાં હમણાં સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ચાર લોકો હજુ ફરાર છે.

અને હા, સામે હત્યારાઓ વિધર્મી છે માટે ગેરંટી આપું છું કે આ મામલામાં ન તો ચૈતર આવશે, ન મેવાણી આવશે કે ન કોઈ સેકુલર નેતા. કારણ કે આ લોકો માટે પોતાનો સમાજ નહીં જિહાદીઓ ખુબ જરૂરી છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં સંબળ પ્રદાન કરે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here